ઉનાળાની આકરા તાપ અને ગરમીમાં લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ગરમીમાં રાહત મળે તે માટે બિલ્ડિંગમાં આવેલા તમામ વોર્ડમાં એરકુલરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
તાપમાનનો પારો ઉંચો ચડતા સ્વસ્થ લોકોને પણ લૂ લાગવા અને ડી-હાઇડ્રેશન સહિતની તકલીક ઉભી થઇ રહી છે. ત્યારે કાળઝાળ ઉનાળામાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખી વિવિધ હોસ્પિટલ દ્વારા ઓપીડી તેમજ જ્યાં એસીની સુવિધા ન હોય એ વિભાગમાં એરકુલર આપવા માગણી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ પીઆઈયુ વિભાગ દ્વારા સરકારી મેડિકલ કોલેજ-સંલગ્ન હોસ્પિટલ. જી.એમઈઆરએસ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલમાં જમ્બો એરકુલર મુકવામાં આવતા દર્દીઓને ઠંડક સાથે રાહત મળી રહી છે. જો કે આ ખર્ચ મેડિકલ ઓથોરિટી દ્વારા ચૂકવવાનો રહેશે તાંત્રિક સહાય પીઆઈયુ દવારા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય: વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 11:52 AMબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech