ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે કોઈ પણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને માનવ જીંદગી સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઊનાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામની મેઈન બજારમાં ઘણા સમયથી કોઈ પણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે માનવ જીંદગી જોખમાય તે રીતે મેડિકલ પ્રેકિટસ કરતો દ્રોણ ગામનો હર્ષદ ગોપાલ ભાઈ કાતરિયાની કલીનીક ઉપર ગીર સોમનાથ જિલ્લ ાની એસ.ઓ.જી. બ્રાન્ચના એ.એસ.આઇ.આઇ.બી. બાનવા અને સ્ટાફ સાથે ગીર ગઢડા તાલુકાના હરમડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.જગદીશભાઈ કેશુભાઈ પરમાર આ ડોકટર કાતરિયાની કિલનિકએ રેડ કરી ડિગ્રી સર્ટિફિકેટ માગતા તે હતું નહીં, આથી તેની કલીનીકમાં રાખેલ એલોપેથીક દવાઓ ઈન્જેકશન, મેડિકલના સાધનો મળી કુલ પિયા ૮૦૬૪ની કિંમત કબ્જે કરી ગીર ગઢડા પોલીસ સ્ટેશનમા આરોપી હર્ષદ ગોપાલભાઈ કાતરિયારે સામે ગુજરાત મેડિકલ પ્રેકિટસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૬તથા ગુજરાત મેડિકલ એકટ ૧૯૬૭ની કલમ ૨૯ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૫૬ કલમ ૧૫(૩) મુજબ ફરિયાદ નોંધાવી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech