જસદણના શિવરાજપુર-માધવીપુર જવાના રસ્તેથી ગ્રામ્ય એસઓજીની ટીમે વડોદના શખસને દેશી જામગરી બંદુક અને છરા સાથે ઝડપી લીધો હતો.પોલીસની તપાસમાં આ શખસે હથિયાર જાતે બનાવ્યું હોવાની અને વાડીએ રખોપુ રખવા અને શિકારનો શોખ હોય માટે સાથે રાખ્યું હોવાનું રટણ કર્યું હતું.આ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ દ્રારા ગેરકાયદેસર હથિયાર રાખી હેરાફેરી કે, વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય જેથી રાજકોટ જિલ્લા પોલીસવડા હિંમકરસિંહ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા શખસો ઉપર વધુમાં વધુ કેસો કરવા સુચના આપવામાં આવી હોય , જે અનુસંધાને એસ.ઓ.જીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીનો સ્ટાફ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હેડ.કોન્સ વિજયભાઇ વેગડ તથા શિવરાજભાઇ ખાચર તથા કોન્સ. વિપુલભાઇ ગોહીલને હકિકત મળેલ કે, જસમંતભાઇ આંબાભાઇ સદાદીયા (રહે. વડોદ) વાળો બાઇક નં. GJ-03-EJ-0597 વાળામાં દેશી બનાવટની જામગરી હથીયાર રાખી, કાળાસરના કાચા રસ્તેથી માધવીપુર થઇ વડોદ જવાના છે. જે સચોટ હકિકત આધારે શિવરાજપુર- માધવીપુર રોડ, કાળાસર જવાના કાચા રસ્તે આવેલ, જય વિહળાનાથ હોટલની પાછળના રસ્તે પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાન જસમંતભાઇ આંબાભાઇ સદાદીયા (ઉ.વ-૩૬ રહે, વડોદ ગામ તા.જસદણ) અહીંથી બાઇક લઇ પસાર થતા પોલીસે તેને અટકાવી તેના કબ્જામાંથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવતા જસદણ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખેતીકામ કરે છે તેણે આ હથિયાર જાતે જ બનાવ્યું હતું.હથિયાર સાથે રાખવા બાબતે પુછતા વાડીએ રાત્રીના રખોપુ કરવા અને શિકાર માટે સાથે રાખ્યાનું રટણ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech