ગીરવે રાખેલુ એકટીવા બાઇક કબ્જે લેતી પોલીસ
જામનગર શહેરમાં મની લોન્ડ્રીંગ અંગેનો ગુનો દાખલ થતા પોલીસ દ્વારા આ દિશામાં સધન તપાસ આદરવામાં આવી હતી દરમ્યાન એક શખ્સને ગુનામા ગયેલ એકટીવા સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં ઇલીગલ મની લેન્ડીંગ એકટીવીટી વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સુચના અને સીટી-બી પીઆઇ પી.પી. ઝાના માર્ગદર્શન મુજબ હનુમાન ગેઇટ પોલીસ ચોકી સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
જામનગર સીટી-બી ડીવીઝનના આઇપીસી કલમ 384, 504, 506(2), 427 તથા ગુજરાત નાણા ધીરધારની કલમ 5, 39, 40, 42 મુજબનો ગુનો દાખલ થયેલ હોય, આ કામે ફરીયાદીના માલીકીનું એક એકટીવા મોટરસાયકલ આરોપી જયદીપસિંહ રહે. જામનગરએ ગીરવે રાખી લઇ જતા ઉપરોકત નંબરથી ગુનો દાખલ થયેલ હોય.
સદર ગુનાના આરોપીને શોધી કાઢવા હનુમાન ગેઇટ ચોકી સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા દરમ્યાન આરોપી જયદીપસિંહ જીતેન્દ્રસિંહ સિસોદીયા (ઉ.વ.28) રહે. નવાગામ ઘેડ, માતૃ આશિષ સોસાયટી જામનગરવાળાને એકટીવા મોટરસાયકલ કિ. 30 હજાર ગણી કબ્જે કરી તેમજ આરોપીને પીએસઆઇ ડી.જી. રાજએ ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech