પોરબંદરવાસીઓમાં યોગ પ્રત્યેની ઘરે-ઘરે જાગૃતિ આવે તેવા હેતુ સાથે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં દેશપ્રેમ પણ છલકાતો હતો અને ઓપરેશન સિંદૂરના સમર્થનમાં ગગનભેદી નાદ સાથે સૈનિકોમાં જોમ પુર્યુ હતુ.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા મુક્ત ભારતનું આહવાન કરેલ છે ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આ આહવાનને વેગ આપવા મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત ના નારા સાથે વિવિધ સ્વાસ્થ્યવર્ધન કાર્યક્રમની શૃંખલાઓ શ કરેલ છે જે અંતર્ગત યોગના માધ્યમથી મેદસ્વીતા મુક્ત ગુજરાત અને સ્વસ્થ ગુજરાત બને આવા ઉમદા હેતુ અને યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન માનનીય શિશપાલજીના નેતૃત્વમાં પોરબંદર યોગ બોર્ડની ટીમ દ્વારા એક વિશાળ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી પોરબંદરના મુખ્ય માર્ગો થી પસાર થયેલ હતી આ વિશાળ સ્કૂટર રેલી પોરબંદર ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ પોરબંદરના સિનિયર ડોક્ટર સુરેશભાઈ ગાંધી,આર્ય સમાજ પ્રમુખ ધનજીભાઈ આર્ય દ્વારા શુભેચ્છા પ્રાપ્ત કરી નરસંગ ટેકરીથી શ થયેલ આ દરમિયાન ‘યોગ હો રોજ હો’,‘ઘર ઘર જાયેંગે સબકો યોગ શિખાયેંગે’ ના નારા સાથે શ થયેલ ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદરના યોગીઓએ પહેલગામ આતંકી હુમલાની ક્રૂરતાને વખોડી ભારત સરકાર દ્વારા સશસ્ત્ર સેના દ્વારા શ કરાયેલ ઓપરેશન સિંદૂરના સમર્થનમાં નારા લગાવી ‘ભારત માતાકી જય ભારત કી બેટી કી જય’, ‘નારી શક્તિ જિંદાબાદ’ જેવા નારા લગાવી દેશ પર આવેલ સંકટ ના સમયમાં દરેક સ્થિતિ - પરિસ્થિતિમાં દેશ અને સેના સાથે રહેવા લોકોને અપીલ કરવામાં આવેલ આ વિશાળ યોગરેલી માં ગુજરાત રાજ્યના પ્રોજેક્ટ ચેરમેન નિમેશભાઈ ચૌધરી, સંદીપભાઈ, ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠ, પ્રચારક કોર્ડીનેટર ધનાભાઈ જદિયા, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષભાઈ ટાંક ,દ્વારિકા જિલ્લા કોર્ડીનેટર સનીભાઈ પુરોહિત,પોરબંદરના તમામ યોગ કોચ ઊર્મિષાબેન પાંજરી, પરેશભાઈ દુબલ, કિરણબેન થાકવાની ,જીજ્ઞાબેન ગોસાઈ, ગોરધનભાઈ ચાવડા, ખીમભાઈ મારુ નફીસાબેન ધાનાણી ,રાજેશભાઈ કક્કડ, જયંતભાઈ જોશી, હાર્દિકભાઈ તન્ના, વગેરે, તમામ યોગ ટ્રેનરો, યોગ સાધકો,કોર કમિટી સભ્યો સુરજભાઈ મસાણી , મહેશ મોતીવરસ, હીરાબેન ગોરાણીયા, મનિષાબેન લોઢારી, અલ્પાબેન લાખાણી, વીપીનભાઈ કક્કડ, કાંતિભાઈ જુંગી, નાથાભાઈ લોઢારી, ગગનભાઈ કુહાડા, હિતેશભાઈ ખોરાવા , નીતાબેન ભરાડા, મનિષાબેન મસાણી, જલ્પાબેન કક્કડ , એક્સ્ટ્રીમ ફીટનેસ કેર અને કરાટે ડો એસોસિએશન ના નિશા કોટિયા, ક્રિષ્ના મહેતા, અંજલી ગાંધ્રોકિયા, સુનિલ ડાકી,ધ્વનિ સલેટ, વિશાલ બલેજા ,ચિરાગ પાંજરી, હેબિટ મલેક , યશ ડોડીયા, કાર્તિક માલમ, મિલાપ લોઢારી વગેરે જોડાઈ આ વિશાળ રેલી ને સફળ બનાવેલ ત્યારે પોરબંદર જિલ્લા કોર્ડીનેટર કેતન કોટિયાએ સૌનો સહૃદય સાથે આભાર વ્યક્ત કરેલ અને દેશમાં વ્યાપ્ત વર્તમાન સ્થિતિ - પરિસ્થિતિ માં જાગૃત રહી દેશહિત કાર્યોમાં જોડાવા પોરબંદરની યોગ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી જનતાને આહવાન કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech