શહેરના વાવડી ૮૦ ફુટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ નજીકથી પોલીસે શંકાસ્પદ એકસેસ સાથે બજરગં વાડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતા આ વાહન ચોરીનું હોવાનું માલુમ પડું હતું. આરોપીની સઘન પૂછતાછમાં તેણે આ સિવાય અન્ય ત્રણ વાહનની પણ ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે આરોપી પાસેથી અન્ય ત્રણ એકસેસ પણ કબજે કર્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે શહેરના ૮૦ ફુટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ નજીક એક શખસને શંકાસ્પદ હાલતમાં એકસેસ સાથે ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ સાજીદ બાબુભાઈ સેતા (ઉ.વ ૩૪ રહે. બજરંગવાડી, ૧૩ ,જામનગર રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એકસેસના કાગળો માંગતા તે સંતોષકારક ઉત્તર આપી શકયો ન હતો. જેથી વાહનના એન્જિન નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતા આ વાહન ચોરીનું હોવાનું માલુમ પડું હતું. બાદમાં આરોપીની સઘન પૂછતાછ કરતા ૨૦ દિવસ પૂર્વે રામધણ આશ્રમ પાસેના ગેટ નજીકથી આ વાહન ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ શખસની વિશેષ પૂછપરછ કરતા તેણે આ ઉપરાંત જય સરદાર રેસ્ટોરન્ટના પાકિગમાંથી ૧૫ દિવસ પહેલા રાત્રિના એકસેસ, કુવાડવા રોડ ક્રિષ્ના વોટરપાર્કના ગેટ પાસે પાકિગમાંથી, ૧૨ દિવસ પહેલા અને કાર્તિક પાર્ટી પ્લોટની પાછળ મહિલા ગાર્ડનના ગેટ પાસેથી ૧૨ દિવસ પૂર્વે અકસેસ વાહનની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આ ત્રણ સહિત ચારેય વાહનો કબજે કર્યા હતા. વાહન ચોરીના આ બનાવો અંગે બે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં યારે એક કુવાડવા અને એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાનો ભેદ ઉકેલાયો છે
આરોપી સામે ચોરી, છેતરપિંડી સહિતના ૧૩ ગુના
વાહન ચોરીમાં ઝડપાયેલા આરોપી સાજીદ સેતા સામે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેના છ ગુના, પ્ર.નગરમાં એક ગુનો, તેમજ ગાંધીગ્રામમાં ચાર ગુના, તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી–વિશ્વાસઘાત અંગેનો ગુનો તથા ચોરીનો એક ગુનો નોંધાઈ ચૂકયો છે. આ સિવાય વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૨૩ માં આરોપી પાસે હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech