શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ આયોજીત તથા સાંસદ પરિમલભાઇ નથવાણી પરિવારના સહયોગથી આયોજન: શારશ્ર્વત બ્રાદ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન યોજાશે: ગૌ-માતાને ધાસ તથા લાડુ વિતરણ
આગામી ચૈત્ર સુદ - 9, તા.6 એપ્રિલને રવિવારના રોજ રઘુવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ યાને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગપે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી પારણા અંતર્ગત તા.7-4-ર0રપ ને સોમવારના રોજ જામનગર શહેરના સમસ્ત રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન યાને નાતનું આયોજન જામનગર ખાતે કરવામાં આવેલ છે. આ મહોત્સવની ઉજવણીના ભાગપે તા.6 એપ્રિલને રવિવારના સવારે 7-30 કલાકે પાંજરાપોળમાં ગૌ માતાનું પૂજન થશે તેમજ ગૌ માતાને ધાસ તથા લાડુ વિતરણ થશે.
તા.7 એપ્રિલને સોમવારના રોજ સાંજે 4-00 કલાકે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવાકાર્યની ફાળવણી કરવામાં આવશે તથા સાંજે 6-00 થી 7-00 શારશ્ર્વત બ્રાદ્મણ જ્ઞાતિનું સમુહ ભોજન તેમજ સાંજના 7-00 થી 9-30 કલાકે લોહાણા જ્ઞાતિનું સમુહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવેલ છે.ઉપરોક્ત તમામ કાર્યક્રમોનું સ્થળ અયોધ્યનગરી, એમ઼પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
આ પ્રસંગ પાર પડે તેવા શુભ હેતુ સાથે રાજયસભાના સાંસદ પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી આ લોહાણા જ્ઞાતિના સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમો દબાદબાભેર ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો સર્વે જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારીના નેજા હેઠળ નવનિયુક્ત શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવયુવાનો માધવ સુખપશિયા, અર્પુવ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ્ા પોપટ, કબિર વિઠલાણી, ર્ક્તવ્ય સુચક, સુઝલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંક્તિ મહેતાની સાથે બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી રામચંજી પ્રાકટય મહોત્સવ સમિતિ ારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે તેમ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય વતિ જીતુભાઈ લાલ અને સમિતિના સદસ્યો વતી માધવ સુખપરિયાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.
ટીફીન સેવા વ્યવસ્થા...
આ તકે જ્ઞાતિજનોને ખાસ જણાવવાનું કે, લોહાણા જ્ઞાતિના જે અશક્ત-બીમાર-વયોવૃધ્ધ વડિલો પ્રસાદ લેવા આવી શકે નહી તેમના માટે ટીફીનની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નોંધણી તા.1 થી પ એપ્રિલ સુધીમાં સાંજે પ થી 7 વાગ્યા દરમ્યાન શ્રી મોદી લોહાણા મહાજનવાડી ખાતે કરાવીને પાસ મેળવી લેવાના રહેશે. આ પાસ પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટીફીન આપવામાં આવશે.વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા વિનંતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech