જામનગરમાં દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તારમાં સપ્તેશ્વર મહાદેવ શંકરના મંદિર ખાતેથી હિન્દુ સેના દ્વારા ડીજે સાથે રાજસ્થાનના અજયમેરુ માં આવેલ 800 વર્ષથી પણ વધુ પુરાણા સંકટ મોચન મહાદેવ શિવલિંગ રથને શિવરાત્રી દરમિયાન બપોરે 1:00 વાગ્યે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તથા બી.જે.પી. ના કોર્પોરેટર જયંતીભાઈ ગોહિલ તેમજ કોર્પોરેટર હર્ષાબા પી. જાડેજા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરી ના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી. આ વિસ્તારને "બમ બમ બોલે... હર હર મહાદેવ"ના નાદથી શિવમય બનાવી દીધેલ હતો.
શંકર ટેકરી વિસ્તારમાં શંકરટેકરી બાળ હિન્દુ સેનાના સૈનિકો દ્વારા એક રેકડીમાં વીરભદ્રનું રૂપ લઈ મુખ્ય માર્ગોમાં સાથે ફરી અને બપોરથી રાત્રિ દરમિયાન સિદ્ધનાથથી મુખ્ય શોભા યાત્રામાં પણ બંને રથો જોડાયા હતા. બાળ હિંદુસેના ના નાની ઉંમરના પાંચ વર્ષથી પણ નાના વીરભદ્ર સ્વરૂપનું રૂપ લઈ શણગાર સાથે રેકડીમાં યાત્રા દરમિયાન ફર્યા જે સંકટ ટેકરી વિસ્તાર તેમજ મુખ્ય રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું એટલું જ નહીં, બાળ વીરભદ્રના સ્વરૂપ સાથે મોબાઇલમાં સેલ્ફી જોન બની ગયો હતો. સાથોસાથ યુવા સૈનિક ગૌરાંગ ભોજવાણી ના પીઠ પર શ્રી સંકટમોચન મહાદેવ ના મંદિર નું ડ્રોઈંગ કરેલ હતું જે પુરા રસ્તા પર ધૂમ મચાવી રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech