અમરેલી શહેર ફરતે અમરેલી-બાબરા રોડ (નેશનલ હાઇવે હસ્તક) અમરેલી-લાઠી રોડ (હાલ અમરેલી માર્ગ અને મકાન (રાજ્ય) હસ્તક) અમરેલી-સાવરકુંડલા રોડ (નેશનલ હાઇવે હસ્તક) અને અમરેલી-બગસરા રોડ (નેશનલ હાઇવે હસ્તક)ને જોડતો હયાત બાયપાસ છે.
જેમાં રાજકોટ, અમદાવાદ, બાબરા-લાઠી રોડ, રાજુલા-જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, જુનાગઢ-ધારી-તુલસીશ્યામ સહિતના વિસ્તારોમાંથી આવતા વાહનો આ હયાત બાયપાસ રોડનો ઉપયોગ કરી અમરેલી શહેર વિસ્તારમાં પ્રવેશ્યા વગર પરસ્પર વિનિમય કરી શકે તેમ છે.
હાલની સ્થિતિ એ રાજકોટ તરફથી આવતા ટ્રાફિકને જો કુંકાવાવ તરફ જવું હોય તો તે માટેનો બાયપાસ ઉપલબ્ધ નથી. જેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં જો બાબરા રોડ પર નાના માચિયાળા ગામ પાસેથી ગાડા-કેડા માર્ગ પરથી સાંગાડેરી ગામથી જેશીંગપરા થઈ રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિ.મી. લંબાઈના નવા બાયપાસને માર્ગ અને મકાન વિભાગને રુ.૨૭૦.૨૬ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
હાલ આ બાયપાસ નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાના આરે છે તેમજ આ બાયપાસના ડી.પી.આર. બનાવવાની કામગીરી પ્રગતિ તળે છે.રુ.૨૭૦.૨૬ કરોડના ખર્ચે નવો બાયપાસ મંજૂર અમરેલી શહેર ફરતે નાના માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના રસ્તાના વિકાસ કાર્યો થતાં આ નવો બાયપાસ ચારમાર્ગીય રોડ બનશે. નાના માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધી ચારમાર્ગીય બાયપાસના નિર્માણથી પ્રાથમિક સુવિધામાં ઉમેરો થશે, તેમ અમરેલી માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech