કેશોદના ચર ગામે ધારમાં આવેલ વાડી વિસ્તારમાં રવિવારે રાત્રે આધેડ ખેડૂતને બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે બાજુમાં આવેલ તેના કાકાની ખેતીની જમીનનું ભાગીયું રાખનાર વિદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ હત્યારો હજી ઝડપાયો નથી.
આ અંગે મૃતકના પુત્ર કૌશીક ખીમાણંદભાઈ બોરખતરિયાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ જેમની હત્યા કરવામાં આવી તે તેના પિતા ખીમાણંદભાઈ માલદેભાઈ બોરખતરિયાની ગામથી પૂર્વ તરફ ચરથી કેશોદ તરફ જતાં બાલાગામ રસ્તે વાડી આવેલી છે. રવિવારની રાત્રીના ખીમાણંદભાઈ એકલા ઓસરીમાં ઉંઘતા હતાં ત્યારે ફરિયાદીના કાકાની વાડીનું ભાગ્યું રાખતાં લીલા ભીખાભાઈ ડાભીએ તેના પર હત્પમલો કરી ખીમાણંદભાઈની હત્યા નીપજાવી હતી. ઘટના સમયે મરણ જનાર પત્ની અને પુત્ર દવાખાનાના કામ સબબ જૂનાગઢ ગયેલ હોય એક માત્ર પુત્રવધુ એકલા ઘરમાં સુતા હતા ત્યારે હત્યારાએ તેના બારણાનું સ્ટોપર બધં કરી આધેડની હત્યા કરી નાખી હતી.
તો બીજી તરફ હત્યારો બાજુમાં આવેલ ફરિયાદીના કાકાના ખેતરનું ભાગીયુ રાખતો હોય પતિ – પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતો હતો, પરંતુ હત્યાનું પૂર્વે આયોજીત કાવત થયું હોય તેવા અનુમાન સાથે હત્યારાએ તેની પત્ની બે પુત્રીને તેના સબંધીને ત્યાં મોકલી દીધા હતા
યારે ફરિયાદીના કાકાની વાડીએ આવેલ ઓરડામાં તેના દાદા સુતા હોય ત્યાં જ રહેતો હત્યારો હત્યા કરે તે પહેલાં ફરિયાદીના દાદા બહાર ન નીકળે તેથી ત્યાં પણ દરવાજાને સ્ટોપર લગાવી દીધી હતી. આ હત્યાની ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ દોડી આવી હતી અને ત્યાં હાજર ડોકટરે ખીમાણંદભાઈને મૃત ઘોષીત કર્યા હતાં ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટાફ, ડોગ સ્કોવડ અને એફએસએલ ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી પંચનામું, સાક્ષીઓ અને મૃતકના પરિવારના નિવેદનો નોંધ્યા હતી. આધેડની હત્યા થવા પાછળ આરોપી એ ફરીયાદીના પાડોશમા ખેતર ધરાવતા હરેશભાઈ ને તેની પત્નીની ચાલ ચલગત વિશે વાત કરતાં સા ન લાગતાં હરેશભાઈએ આ વાત ખીમાણંદભાઈને કરતા ખીમાણંદભાઈએ આરોપીને આવી વાતો ન કરવા ઠપકો આપ્યો હતો જેનુ મનદુખ રાખી આરોપીએ ખીમાણંદભાઈની હત્યા નીપજાવી હતી તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું આ હત્યાના પગલે મરણજનારનો પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી શ કરવામાં આવી છે. કેશોદ પોલીસ દ્રારા આરોપીને ઝડપી પાડવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ હજી સુધી હત્યારો લીલા ડાભી ઝડપાયો નથી
સસરાની હત્યા સમયે ઘરમાં પૂરાયેલ પુત્રવધુએ તેના પતિને ફોન કર્યેા
યારે આરોપી ખીમાણંદભાઈ ઉપર હત્પમલો કરી રાહ્યો હતો ત્યારે પુત્રવધુએ જુનાગઢ ખાતે તેના ફરિયાદી એવા પતિ કૌશિકને ફોન કરતાં જણાવ્યું કે હત્પં આપણા ઘરના મની અંદર છુ મનો દરવાજો કોઈએ બધં કરી દીધેલ છે અને બાપુજી બહાર છે અને એને કોઈ માર મારે છે અને બાપુજી રાડો નાખે છે તમે કોઈને મોકલો તેવી વાત કરતાં કૌશિકભાઈએ વાત કરતા પાડોશી હરેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ત્યાં તો ખીમાણંદભાઈ લોહીથી લથપથ હતાં. અને જીવ ગુમાવી દીધો હતો. આમ હત્યાનો બનાવ બનતા આ પંથકમા ચકચાર મચી ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech