રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ૧ કલાકે ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગ મળશે. જેમાં નાનામવા ચોકના પ્લોટની ફાળવણી રદ્દ કરવા અંગેની દરખાસ્ત ફરી રજૂ કરવામાં આવી છે. ત્યારે આ દરખાસ્ત અંગે હવે શું નિર્ણય લેવાય છે? તેના પર સૌની મીટ મંડાઈ છે. વિશેષમાં મ્યુનિ. સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, સ્ટેન્ડીંગ કમિટીના એજન્ડામાં કુલ ૮૭ દરખાસ્તો રજૂ કરાઈ છે. જેમાં એજન્ડામાં ક્રમાંક નં.૩ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નં.૩ નાનામવાના અંતિમ ખડં નં.૪ પૈકી (વાણિયક વેંચાણ હેતુ) પ્લોટની ફાળવણી રદ્દ કરવા અંગે મ્યુનિ. કમિશનરના પત્ર નં.૫૮૬ તા.૧૫–૨–૨૦૨૪ને લક્ષ્યમાં લઈ નિર્ણય લેવા દરખાસ્ત કરવામાં આવી છે. ઉપરોકત દરખાસ્ત ઉપરાંત વિવિધ વિસ્તારોમાં નવી ડીઆઈ પાઈપલાઈન નાંખવા, નવા રસ્તા, નવી ફત્પટપાથો, પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ આપવા, વિવિધ કાર્યક્રમોના ખર્ચ મંજૂર કરવા, વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાંખવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે.પ્લાસ્ટિક અને ગંદકી બદલના દંડની રકમ વધારવા કમિશનરે ફરી દરખાસ્ત કરી . રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવા બદલના દંડની રકમ તેમજ ગંદકી બદલ વસુલાતા દંડની રકમ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનરે ફરી દરખાસ્ત કરી છે.
હોસ્પિટલ ચોક બ્રિજના કામે વધુ રૂા.૧.૭૭ કરોડ ચૂકવવા દરખાસ્ત પ્રગટી: હરિહર ચોકના વોંકળા પર નવો સ્લેબ ભરવાનો પ્રોજેકટ રજૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્મિત લાય ઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેનું લોકાર્પણ પણ થઈ ગયું છે. દરમિયાન હવે આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગમાં કોન્ટ્રાકટર એજન્સીને વધારાનો રૂા.૧.૭૭ કરોડની રકમ ચૂકવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. વિશેષમાં આ દરખાસ્તમાં જણાવ્યું છે કે હોસ્પિટલ ચોક બ્રિજ બનાવનાર એજન્સી અનંતા પ્રોકોન પ્રા.લિ.ને રજૂ થયેલ ભાવ ૪૩ ટકા ઓન મુજબ ૮૪.૭૧ કરોડના ખર્ચે કામ ચાલુ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એસટીમેટ રીવાઈઝ થતાં ૧૦૯ કરોડ ૬૭ લાખનો ખર્ચ સ્ટેન્ડીં કમિટી દ્રારા મંજૂર કરવામાં આવ્યો હતો. યારે પ્રાઈઝ એકસેલેસન અનુસાર રિવાઈડ ખર્ચ ૧૧૧.૪૪ કરોડ થતો હોય આ પેટે વધારાના ચુકવવાના થતા ૧.૭૭ કરોડ ચૂકવવા સ્ટેન્ડીંગ કમિટીને દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગમાં કુલ ૮૭ દરખાસ્તો રજૂ થઈ છે જેમાં હરિહર ચોકના વોંકળા ઉપર નવો સ્લેબ ભરવાનું મંજૂર કરવા અંગેની દરખાસ્ત પણ રજૂ થઈ છે. અલબત્ત તે માટેનો ડીપીઆર હવે તૈયાર કરવામાં આવશે.
પે એન્ડ પાર્ક: સર્વેશ્ર્વર ચોક માટે ૧૨.૧૦ લાખ કોઠારીયા રોડ માટે રૂા.૧૮.૬૦ લાખની ઓફર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પે એન્ડ પાર્કની કુલ ૬૨ સાઇટસ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેમાં ઓછા ભાવ આવ્યાનું જણાતા સ્ટેન્ડિંગ કમિટીએ રિટેન્ડર કરવા નિર્ણય કર્યેા હતો. કુલ ૬૨ માંથી ૪૫ સાઇટસ માટે જ રિ–ટેન્ડર કરવામાં આવ્યા હતા અને તે ૪૫ માંથી ૩૩ સાઇટસ માટે ટેન્ડર આવ્યા હતા. દરમિયાન આવતીકાલે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાકટ ફાઇનલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જોકે આશરે ની વાત એ રહી છે કે દર વર્ષે યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકની સાઈટ માટે સૌથી ઐંચો ભાવ આવતો હોય છે પરંતુ આ વખતે સર્વેશ્વર ચોકની સાઈટ માટે ૧૨.૧૦ લાખનો ભાવ આવ્યો છે જેની સામે કોઠારીયા રોડની સાઈટ માટે તમામ સાઈટસમાં સૌથી ઐંચો ૧૮ લાખનો ભાવ આવ્યો છે.
પે એન્ડ પાર્કની મુખ્ય સાઇટસના આવેલા સાઇટવાઇઝ ભાવ
ક્રમ–––સાઇટ લોકેશન– ભાવ .
૧ સર્વેશ્વર ચોક ૧૨,૧૦,૦૦૦
૨ ગોંડલ રોડ ડી માર્ટ પાસે ૩,૪૨,૦૦૦
૩ ત્રિકોણ બાગ ૪,૭૧,૯૦૦
૪ અખા ભગત ચોક ૩,૨૧,૯૦૦
૫ ઢેબર નાગરિક બેન્ક ચોક કોર્નર પાર્ટ–૧ ૮,૭૫,૦૦૦
૬ કોઠારીયા ચોકડી રિંગ રોડ પાસે ૧૪,૪૬,૦૦૦
૭ કડવીબાઈ સ્કૂલ સામેનો પ્લોટ ૭,૦૦,૦૦૦
૮ ઇમ્પિરિયલ થી જિ.પં.ચોક ૪,૦૦,૦૦૦
૯ ડો.હોમી દસ્તૂર માર્ગ ૬,૨૧,૦૦૦
૧૦ હત્પડકો કવાર્ટર પાછળ ઓપન પ્લોટ ૩,૯૦,૦૦૦
૧૧ કોઠારીયા રોડ પુષાર્થ સોસાયટી પાસેનો પ્લોટ ૧૮,૧૬,૦૦૦
૧૨ સ્ટલિગ હોસ્પિટલ પાસેનો પ્લોટ ૨,૪૧,૭૮૬
૧૩ પારડી કોમ્યુનિટી હોલ પાસે ૫,૬૧,૦૦૦
૧૪ હોટેલ ફોચ્ર્યુન પાસે ૪,૭૫,૦૦૦
૧૫ કેકેવી બ્રિજની પૂર્વ તરફ ૧,૮૦,૦૦૦
૧૬ કેકેવી બ્રિજની પશ્ચિમ તરફ ૧,૨૧,૦૦૦
૧૭ કેકેવી બ્રિજની પશ્ચિમ તરફ ૧,૩૬,૦૦૦
૧૮ ઇન્દિરા સર્કલથી રૈયા એકસ.તરફ ૧,૩૬,૦૦૦
૧૯ ઇન્દિરા સર્કલથી રૈયા એકસ.તરફ ૧,૩૧,૦૦૦
૨૦ તનિષ્ક ટાવરથી માલવીયા ચોક ૧,૫૧,૦૦૦
૨૧ સરાઝા રેસ્ટોરન્ટ પાસેનો પ્લોટ ૬,૬૬,૦૦૦
૨૨ કાલાવડ રોડ ડોમીનોઝ થી વોકહાર્ટ સુધી ૭,૧૦,૦૦૦
૨૩ જય સિયારામ થી કેકેવી ચોક સુધી ૭૭,૦૦૦
૨૪ રોયલ પાર્ક રોડથી સત્ય સાંઈ રોડ સુધી ૩,૦૦,૦૦૦
રામનાથ કોરીડોરનો ખર્ચ ૨૦૦ કરોડ થવાનો અંદાજ: આજી રિવર રિ–ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની ફી નક્કી કરવા દરખાસ્ત
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત રામનાથ કોરીડોર નિર્માણ થનાર છે અને તે માટેનો પ્રાથમિક ખર્ચ રૂા.૨૦૦ કરોડ જેવો થશે. દરમિયાન આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજી રિવર રી–ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની ફી નક્કી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. તે અંતર્ગતની પ્રક્રિયામાં ઉ૫રોકત મુજબની કુલ ખર્ચની રકમ બહાર આવી હતી. વિશેષમાં દરખાસ્તમાં જણાવ્યા મુજબ પ્રોજેકટનો ખર્ચ રૂા.૨૫ કરોડથી ઓછો થશે તો ફીની રકમ ૫ ટકા, ૨૫ કરોડથી ૫૦ કરોડ સુધીનો ખર્ચ થશે તો ફીની રકમ ૪.૫૦ ટકા, ૫૦થી ૧૦૦ કરોડ સુધીનો ખર્ચ થશે તો ફી ૪ ટકા, ૧૦૦ કરોડથી વધુની રકમનો ખર્ચ થશે તો ૩.૫૦ ટકા ફી ચૂકવવાની રહેશે. આ ફી કન્સલ્ટન્ટને વિવિધ તબક્કામાં ચૂકવવાની રહેશે. જેમાં પેમેન્ટના સ્ટેજમાં (૧) સ્થળ વિશ્ર્લેષણ રજૂ કર્યેથી ૧૦ ટકા ફી, (૨) સ્કીમેટીક ડિઝાઈન રજૂ કર્યેથી ૨૦ ટકા ફી, (૩) વકિગ ડ્રોઈંગ રજૂ કર્યેથી ૨૫ ટકા ફી, (૪) ટેન્ડર ડોકયુમેન્ટ, ટેન્ડર ડ્રોઈંગ, ડીઓકયુ, સ્પેસીફીકેશન અને બાંધકામ એજન્સીની નિમણૂક સુધી ૧૫ ટકા ફી, (૫) બાંધકામ દરમિયાન ૨૫ ટકા ફી તેમજ (૬) કામગીરી પૂર્ણ થયે ૫ ટકા ફી ચૂકવવાની રહેશે. આ મુજબ કુલ ૧૦૦ ટકા ફી ચૂકવવાની રહેશે. કન્સલ્ટન્ટના અંદાજ મુજબ પ્રોજેકટનો કુલ ખર્ચ આશરે ૨૦૦ કરોડ જેટલો થશે. આજી નદી પર પ્રથમ તબક્કામાં રામનાથ મહાદેવ મંદિરથી ચૂનારાવાડ બ્રિજથી ઈન્દીરા ગાંધી બ્રિજ સુધી આશરે ૧.૧ કિલોમીટરની લંબાઈના રસ્તા ઉપર બન્ને સાઈડ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટ તરીકે એચ.સી.પી. ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ. અમદાવાદ સાથે થયેલા કરારમાં સુધારો કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. તદુપરાંત આ કામની કુલ સમયમર્યાદા ટેન્ડર થયાથી ૩ વર્ષ મતલબ કે ૩૬ માસની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech