ચોમાસાની આગામી સિઝનમાં પુર હોનારત જેવી કોઈ ઘટના બને તો બચાવ અને રાહતની કામગીરી ઝડપભેર અને આયોજન બદ્ધ રીતે થઈ શકે તે માટે રાય સરકારે તૈયારીઓ શ કરી છે. સરકારની માગણી મુજબ રાજકોટ જિલ્લાને આર્મીની મદ્રાસ રેજિમેન્ટની એક ટુકડી ફાળવવામાં આવી છે. આ ટુકડી રાજકોટ ઉપરાંત મોરબી અને જામનગર જિલ્લામાં પણ કામગીરી કરશે.
મદ્રાસ રેજીમેન્ટ ના આર્મીના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને ચોમાસાની આગામી સિઝનને ધ્યાનમાં રાખી જિલ્લામાં કયા સ્પોટ પર વધુ ધ્યાન રાખવાનું થાય છે તે સહિતની નાની મોટી બાબતોની ચર્ચા કલેકટર સાથે કરી હતી.અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધીના જણાવ્યા મુજબ આર્મીની આ ટુકડીનો કેમ્પ જામનગરમાં રહેશે. જરૂર પડીએ રાજકોટ અને મોરબી જિલ્લાના વિસ્તારમાં તે બચાવ અને રાહતની કામગીરી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં પૂર રાહત અને બચાવ જેવી કામગીરીમાં છેલ્લા પાંચ વર્ષથી આર્મીની પંજાબ રેજિમેન્ટની ટીમ કામ કરતી હતી. આ વખતે મદ્રાસની ટીમને મૂકવામાં આવી છે.
પોરબંદરમાં નેવીનું મથક છે અને ત્યાંની ટીમ પોરબંદર ઉપરાંત જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની પરિસ્થિતિ પર નજર રાખશે.
આગામી દિવસોમાં જો જર પડશે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ મોકલવામાં આવશે. સ્થાનિક તત્રં અને આર્મી સહિત આ વધારાની વ્યવસ્થા રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ કેન્દ્ર અને રાય સરકારના વિવિધ ૪૨ જેટલા વિભાગોના અધિકારીઓ સાથે ચોમાસાની આગામી સીજનને ધ્યાનમાં રાખી ગયા થોડા દિવસો પહેલા સમીક્ષા બેઠક યોજાઈ હતી. જર્જરિત મકાનો તોડી પાડવા નાલા પુલિયા અને બ્રિજની પરિસ્થિતિ ચકાસી લેવા વીજ પુરવઠો બરાબર જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવા અને રસ્તા પર પાણી ન ભરાય અને જો ભરાય તો તાત્કાલિક તેનો નિકાલ થાય હાઈવે પર વૃક્ષો પડવાના કારણે ટ્રાફિકજામ ન થાય તે સહિતના મામલે સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં ચોમાસા માટે કંટ્રોલમ પણ ચાલુ કરી દેવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech