રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.8માં લક્ષ્મીનગર શાકમાર્કેટ નજીક પીજીવીસીએલ ઓફિસની બાજુમાં આવેલી અંદાજે 30 વર્ષ જૂની રાજનગર મ્યુનિસિપલ આવાસ યોજનાના 156 ક્વાર્ટર્સ ભયગ્રસ્ત થતા રહીશોને ક્વાર્ટર્સનું રીપેરીંગ કરાવવા માટે દોઢ મહિના પૂર્વે અને છેલ્લે એક સપ્તાહ પૂર્વે બબ્બે નોટિસની બજવણી કરવામાં આવી હતી તેમ છતાં રહીશોએ ન તો રીપેરિંગ કરાવ્યું કે ન તો ક્વાર્ટર ખાલી કયર્િ જેના પગલે આજે નળ જોડાણ કાપી નાખવામાં આવતા રહીશુંનું ટોળું મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે અંદાજે એક મહિના પહેલા મહાપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો દ્વારા ઉપરોક્ત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી તે વેળાએ અમુક રહીશોએ એવું પણ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ત્યાં આગળ પોપડુ પડ્યું હતું. છેલ્લા દોઢ એક મહિનાથી નોટિસની બજવણી તેમજ રૂબરૂ સાઇટ વિઝીટ અને સમજાવટ કરવા છતાં ક્વોટર ધારકો રીપેરીંગ કરાવતા ન હોય કે ખાલી પણ કરતા ન હોય આજે નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ જો આગામી દિવસોમાં પણ રીપેરીંગ નહીં કરાવે તો વીજ જોડાણ કપાત કરવા પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech