રાજકોટના ખંભાળા સ્થિત SOS (સ્કૂલ ઓફ સાયન્સ)માં ધોરણ-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતા પૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુત્રાપાડા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ આઠથી રાજકોટની SOS સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જેને પરીક્ષા પહેલાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીંકા પાટુથી ઢોર માર માર્યો હતો. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતાં પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઊભા કરી હોબાળો મચાવ્યો હતો. આ બાદ પિતાએ પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને આરોપીઓ સામે પગલા ભરવા માંગ કરી છે.
મને રુમમાં બોલાવીને પટ્ટે પટ્ટે માર્યો
આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ SOSમાં 12 સાયન્સમાં ભણુ છું. મારી પરીક્ષાને થોડા દિવસની વાર હતી ત્યારે મને સાત-આઠ છોકરાઓએ પટ્ટાથી માર્યો. હું ઘરે કહેવાનો હતો પણ મારે પેપર હતું એટલે મે સહન કર્યું. પેપર પત્યા પછી મેં મારા પપ્પાને વાત કરી હતી. કારણ જણાવતા ભોગ બનનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, અગાઉ અમે મસ્તી કરતા હતા પણ પછી સમાધાન કર્યું હતું. એ બાદ મને રુમમાં બોલાવીને માર્યો. એ લોકોએ ફરિયાદ કરવાની ના પાડી અને મારા પપ્પાનો ફોન લઇ લેતા હતા એટલે અમે ત્યાંથી માંડ નીકળ્યા અને અહીં જૂનાગઢ આવીને દાખલ થયા. એ લોકો જાતિ પ્રત્યે પણ હડધૂત કરતા હતા.
છોકરાએ ઘરે આવવાની જીદ કરી એટલે મને શંકા ગઇ
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, હું સુત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવસાયે સરકારી શિક્ષક છું. મારો છોકરો રાજકોટ SOSમાં પાંચ વર્ષથી અભ્યાસ કરે છે. જેને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી, ત્યારે 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કર્યો કે પપ્પા મારે ઘરે આવવું છે અહીં રહેવું નથી, મારી પરીક્ષા પુરી થઇ ગઇ છે. મેં સમજાવ્યો પણ એણે જીદ કરી તો મને શંકા ગઇ એટલે હું ત્યાં ગયો. ત્યારે મને જાણ થઇ કે છોકરાને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. છોકરાને જાતિ પ્રત્યે પણ હડધૂત અને વારંવાર ધમકી આપીને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. મને સંસ્થાએ કહ્યું કે તમારે કંઇ કરવાનું થાતું નથી.
મેનેજમેન્ટે મને સાંભળ્યો પણ નથી
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યું કે, SOS સંસ્થામાં અગાઉ પણ ત્રણ છોકરાઓને માર મારવામાં આવ્યો હતો અને એમના વાલીઓને સમજાવીને મામલો દબાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સંસ્થામાં અગાઉ એક છોકરાએ આત્મહત્યા પણ કરી હતી. સંસ્થાનું મેનેજમેન્ટ બધુ જાણવા હોવા છતાં ક્યાંક ઉણું ઉતર્યું છે. મારા છોકરાને મારનાર છોકરાઓને પણ મેનેજમેન્ટે ઘરે મૂકી દીધા છે. મને સાંભળવામાં પણ નથી આવ્યો. મારો છોકરો સ્ટોપર ખોલીને ભાગી ગયો બાકી આઠ-દસ છોકરાઓ એને મારી નાખતા. જૂનાગઢ દાખલ એટલે થયા કે ત્યાં અમને સલામતીનો ડર હતો.
વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે માફી પત્રો લખાવ્યા
આ અંગે ખુલાસો આપતા SOSના ટ્રસ્ટી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય 6 થી 7 વિદ્યાર્થીઓએ એક સંપ થઈને રૂમમાં માર માર્યો હતો. જે બાદ આ વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા અને વાલીનો આગ્રહ હતો કે અન્ય વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માફી માગી લે તો આ પ્રકરણમાં આગળ કંઈ કરવું નથી, જેથી અમે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસે માફી પત્રો લખાવ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ એક સંપ કરી માર માર્યો છે તે વિદ્યાર્થીઓને શાળામાંથી દૂર કરવામાં આવ્યા છે. અહીં 500 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech