કોઈ પણ પ્રસંગની ઉજવણી એવી રીતે ન થવી જોઈએ કે જેમાં કોઈનો જીવ જાય. પ્રયાગરાજના એક ગામ માં બહેનની સગાઈના જશ્નમાં ભાઈએ ભારે આનંદમાં આવી જઈને કરેલા ફાયરીંગ માં એક બાળકને ગોળી વાગી જતા તેનું મોત થયું હતું જયારે અન્ય 2 બાળકને ઇજા થતા સારવારમાં ખસેડવા પડ્યા હતા. ઘટનાના પગલે ઘડીભર તો નાસભાગ મચી જવા પામી હતી.યમુનાનગર જિલ્લાના કરચના પોલીસ સ્ટેશન હેઠળના કેચુઆ ગામમાં સગાઈ સમારોહ દરમિયાન ગોળીબારમાં એક બાળકનું મોત થયું હતું અને બે બાળકો ઘાયલ થયા હતા. મદદનીશ પોલીસ કમિશનર (એસીપી), કરચના, વરુણ કુમારે જણાવ્યું હતું કે આ બનાવમાં કાર્તિક (7)નું મૃત્યુ થયું હતું જ્યારે કેચુઆ ગામમાં સગાઈના સમારંભ દરમિયાન 10 અને 11 વર્ષની વયના બે બાળકો ઘાયલ થયા હતા.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર,સૂરજ યાદવના લગ્ન પપ્પુ યાદવની પુત્રી સાથે નક્કી થયા હતા અને સગાઈની વિધિ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, છોકરીના ભાઈ અમન યાદવે લાયસન્સવાળા હથિયારથી ગોળીબાર કર્યો અને છોકરાની બાજુના ત્રણ બાળકોના શરીરમાં ગોળીની કરચો ઘુસી ગઈ હતી અને તેમાં એકનો જીવ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech