'આજકાલ'માં પ્રસિદ્ધ કરવામાં આવેલી આગાહી મુજબ આજથી રાજયના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ગણદેવી અને વલસાડ જિલ્લાના વલસાડ ખાતે કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા અને વરસાદ શ થઈ ગયો છે. આ બંને જગ્યાએ સામાન્ય ઝાપટું પડું છે પરંતુ હજુ ભારે વરસાદની શકયતા છે.
વલસાડ અને નવસારી ઉપરાંત દાહોદ છોટા ઉદેપુર ડાંગ તાપી દમણમાં પણ વાતાવરણ બદલાયું છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું લાગે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી વરસાદનું જોર અને વ્યાપ વધશે પ્રતિ કલાકના ૩૦ થી ૪૦ કીલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ શ થયો છે. પરંતુ કાલથી આ વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદની શકયતા છે. રાજકોટ જિલ્લામાં શનિવારે માવઠું થાય તેવી આગાહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરની ઐંચાઈ પર સાયકલોનીક સકર્યુલેશન છવાયુ છે અને તેની અસરના ભાગપે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ તે ચાલુ રહેશે તારીખ ૯ થી વરસાદનું જોર અને વિસ્તારના પ્રમાણમાં વધારો થશે.વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણ છતા રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનું જોર પણ યથાવત રહ્યું છે. બફારો વધી ગયો છે. બુધવારે રાજકોટમાં ૪૧.૪ અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડીગ્રી નોંધાયું હતું યારે અમદાવાદમાં ૪૧ ડીગ્રી અમરેલીમાં ૪૦ અને ગાંધીનગરમાં ૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech