પોરબંદરના માણેકચોકમાં છેલ્લા ૨૭ વર્ષથી ગેરકાયદેસર રીતે દુકાનનો કબ્જો જમાવીને ધંધો કરનાર વેપારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના એસ.ટી. રોડ પર લલીત મેન્શન ખાતે રહેતા અને માણેકચોકમાં ઠા. છગનલાલ ગોવિંદજી ગાંધી નામની અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા દિવ્યેશભાઇ લલીતકુમાર મદલાણી નામના વેપારી દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના દાદા છગનલાલ ગોવિંદજીએ ઇ.સ. ૧૯૪૨ની સાલમાં માણેકચોકમાં સંયુકત માલિકીનું કબ્જા ભોગવટાવાળુ મકાન ખરીદ્યુ હતુ અને ત્યારબાદ વારસાહીથી તે મિલ્કત દિવ્યેશભાઇના પિતા લલીતકુમારના નામે થઇ હતી અને પિતાની તબીયત બરાબર રહેતી નહી હોવાથી વર્ષ ૨૦૨૨માં પાવર ઓફ એટર્ની દિવ્યેશના નામે કરી આપી હતી. દિવ્યેશના પિતા લલીતકુમાર મદલાણીએ તા. ૧-૫-૧૯૮૧થી માણેકચોકની એક દુકાન અમૃતલાલ વૃજલાલ કંસારાને ૭૫ ાના માસિક ભાડે આપેલ હતી અને વેરો પણ અમૃતલાલ કંસારાના નામે નગરપાલિકામાં ભરવામાં આવે છે. અમૃતલાલ કંસારા તા. ૩-૩-૧૯૯૬ના મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્ર લલીત અમૃતલાલ કંસારાએ દુકાનની ભાડાચીઠ્ઠીમાં નામફેર કરવાની કાર્યવાહી કર્યા વગર દુકાનમાં ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો અને અમૃતલાલ વૃજલાલ કંસારાના ભળતા નામથી એટલે કે ‘અમૃતલાલ વી. કંસારા’ના નામે વાસણનો ધંધો ચાલુ કરી દીધો હતો. આથી ગેરકાયદેસર કબ્જો જમાવવા બદલ લલીલ કંસારા સામે પોરબંદર જિલ્લા કલેકટરની કોર્ટમાં નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની સામે લલિતે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે એ અરજી ખારીજ કરી હતી. જિલ્લા કલેકટરને કરેલી અરજી અનુસંધાને તપાસના અંતે પોલીસ ફરિયાદ કરવા માટે દિવ્યેશ મદલાણીને સુચના અપાતા તેણે લલીત અમૃતલાલ કંસારા વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech