આવતીકાલ વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે ગુજરાત સરકાર ભ્રષ્ટ્રાચારીઓ સામે કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ નું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે ચોમાસા સત્રના અંતિમ દિવસે રજૂ થનાર આ બિલ ભ્રષ્ટ્રાચારીઓનો સંકજો મજબૂત રીતે કસવાની સત્તા સરકારને આપશે.
ગુજરાતમાં ભ્રષ્ટ્ર અધિકારીઓ ભ્રષ્ટ્રાચાર કરતા જરાય પણ વિચારતા નથી,ત્યારે સરકાર પણ આવા અધિકારીઓ અને કર્મચારીઓને છોડવા માંગતી નથી,સરકાર ચોમાસા સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે વિધેયક લાવશે અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવશે,જેમાં નવા કાયદા અતર્ગત ભ્રષ્ટ્રાચારમાં પકડાયેલ અધિકારીઓ સામે સ્પેશિયલ કોર્ટમા કેસ ચલાવવામાં આવશે.ભ્રષ્ટ્રાચાર આચરનાર અધિકારીઓ અને કર્મચારી સામે હવે ગુજરાત સરકાર કડક પગલા લેશે,આ બાબતને લઈ ચોમાસા સત્રમા બિલ ગૃહમાં પસાર કરવામાં આવશે ભ્રષ્ટ્રાચાર કરી રહેલા અધિકારીઓ સામે ગાળિયા કસવામા આવશે,એસ.પી કક્ષાના અધિકારી ભ્રષ્ટ્રાચાર આચરનાર સામે કરશે તપાસ સાથે સાથે આરોપી કે તેના સગાના નામે ખરીદેલી મિલકતો હશે તેને જ કરવામાં આવશે,તો ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાય સરકાર હસ્તક કરાશે.ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જ કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જ કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અચકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.રાજયમા ભ્રષ્ટ્રાચારીઓને નેસત નાબુદ કરવાની દિશામા આ બિલ મહત્વપૂર્ણ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech