ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં કલેક્ટરએ પડતર તુમારનો નિકાલ, સરકારી લેણાંની વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક સુવિધા કેન્દ્રની અરજીઓનો નિકાલ, તકેદારી આયોગના બાકી રેફરન્સો, સ્વાગત કાર્યક્રમ સહિતના પ્રજાકીય પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચની સુચના અને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં જાહેર રજાઓના દિવસે એટલે કે, તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બર-૨૦૨૪ના રોજ ખાસ ઝૂંબેશ યોજાનાર છે ત્યારે આ ઝૂંબેશને ખરા અર્થમા સફળ બનાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech