હુડકો પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં રહેતો યુવાન ૧૨ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. બાદમાં યુવાનનો ભાઇ સગીરાના પિતા સહિતના કાર લઇ તેને લીલીયાથી રાજકોટ પરત લાવ્યા હતાં. સગીરાના ઘર પાસે પહોંચતા દીકરીના માતા-પિતા તેના ભાઇ સહિતનાએ યુવાનને પાઇપ વડે તથા બીજા સાતથી આઠ અજાણ્યા શખસોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હુડકો પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં રહેતા પ્રતાપ ગોપાલભાઈ સોલંકી(ઉ.વ ૨૨) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાડોદાનગરમાં રહેતા દંપતી તેના પુત્ર તથા ૭ થી ૮ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
ભાઈએ તું કોની સાથે વાત કરે છે કહી ઝઘડો કર્યો હતો
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાકભાજીની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની બહેન સંગીતાની બહેનપણી જે ૧૨ વર્ષની હોય તે અવારનવાર તેની બહેન પાસે આવતી હોય દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. શનિવારે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ યુવાન આ તેની સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે તેના ભાઈએ તું કોની સાથે વાત કરે છે કહી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ યુવાને આ સગીરાને ફોન કરી કહ્યું હતું કે, આપણે ભાગી જઈએ અને તેને ઘર નીચે ઉભું રહેવાનું કહ્યું હતું ત્યારબાદ યુવાન સગીરાને અહીંથી લઈ ગયો હતો. બંને ભાગીને અમરેલી ત્યાર બાદ લીલીયા પહોંચ્યા હતા. આ દરમિયાન યુવાનના ભાઈએ તેને ફોન કર્યો હતો અને પરત આવી જવાનું કહ્યું હતું. બાદમાં યુવાનનો ભાઈ દીકરીના પિતા સંબંધીની કારે લઇ અહીં લીલીયા પહોંચ્યા હતા અને ત્યાંથી બંનેને અહીં પરત લાવ્યા હતા.
આઠ અજાણ્યા શખસોએ પણ યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા
બપોરના એકાદ વાગ્યે નાડોદાનગરમાં સગીરાના ઘર પાસે પહોંચતા જ યુવતીના માતા તેનો સહિતનાઓ અહીં આવી ગયા હતા અને યુવાન સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. યુવાને બચાવવા તેનો ભાઈ વિપુલ વચ્ચે પડતા યુવતીના પિતા પ્રતાપને ઢસડીને દૂર લઈ જઈ બાદમાં તેણે તથા તેની પત્ની-પુત્રે મળી પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યો હતો. આ દરમિયાન અન્ય સાતથી આઠ અજાણ્યા શખસોએ પણ યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દેકારો થતાં યુવાનના માતા તેનો ભાઈ સહિતનાઓ વચ્ચે પડી તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech