રાજકોટે રંગીલા શહેર તરીકેની પોતાની ઓળખ જાણે ગુમાવી દીધી હોય અને ક્રાઈમ સીટી તરીકે જાણીતું બની ગયું હોય તેમ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટ શહેર જિલ્લામાં આત્મહત્યાના 987 બળાત્કારના 81 છેતરપિંડીના 179 કેસ નોંધાયા છે. તેમાં રાજકોટ શહેરમાં આપઘાતના 518 બળાત્કારના 39 અને છેતરપિંડીના 139 કેસ નોંધાયા છે.
રાજકોટની આ પ્રકારની હાલત બાબતે રાજકોટ શહેર કે જિલ્લાના ધારાસભ્યોએ પ્રશ્ન પૂછવાના બદલે પાટણના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે આ બાબતે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એવો સવાલ પૂછ્યો હતો કે તારીખ 31 જાન્યુઆરી 2025 ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં શહેર અને તાલુકામાં નશીલા પદાર્થો દારૂ જુગાર લુટ આત્મહત્યા બળાત્કાર છેડતી અને છેતરપિંડી હેઠળ કેટલા ગુના નોંધવામાં આવ્યા છે ?અને કેટલા ગુનેગારો પકડાયા છે. ?
આ સવાલના જવાબમાં ગુજરાત વિધાનસભાના ફ્લોર પરથી અપાયેલી માહિતી મુજબ 16,340 ગુનેગારો પકડાયા છે અને 146 ને હજુ પકડવાના બાકી છે.આત્મહત્યાના મામલે રાજકોટ પછી જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ જોઈએ તો ગોંડલમાં 64 કોટડા સાંગાણીમાં 49 લોધિકામાં 62 પડધરીમાં 27 જસદણમાં 60 વીંછીયામાં 28 જેતપુરમાં 78 જામકંડોરણામાં 23 ધોરાજીમાં 40 અને ઉપલેટામાં 38 કેસ નોંધાયા છે.
બળાત્કારના કિસ્સાઓમાં કુલ 81 કિસ્સા રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે તેમાંથી 50% જેટલા એટલે કે 39 કેસ માત્ર રાજકોટ શહેરમાં જ નોંધાયા છે. ગોંડલમાં 10 લોધિકામાં એક પડધરીમાં બે જસદણમાં છ વિછીયામાં બે જેતપુરમાં 9 ધોરાજીમાં ચાર ઉપલેટામાં આઠ કેસ નોંધાયા છે. જામકંડોરણા અને કોટડા સાંગાણીમાં એક પણ કેસ નોંધાયો નથી.
છેતરપિંડીની 139 ફરીયાદ રાજકોટ શહેરમાં નોંધણી છે. ગોંડલ તાલુકામાં 13 કોટડા સાંગાણીમાં ત્રણ લોધિકામાં બે પડધરીમાં એક જસદણમાં ત્રણ વિછીયામાં બે જેતપુરમાં 10 ધોરાજીમાં ચાર ઉપલેટામાં બે ફરિયાદ નોંધાય છે. જામકંડોરણામાં આવી કોઈ ફરિયાદ નોંધાય નથી.
નશીલા પદાર્થો ને લગતા 51 કેસ નોંધાયા છે તેમાં પણ રાજકોટનો હિસ્સો 50% થી વધુ છે. રાજકોટમાં આવી 28 ફરિયાદ છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાઈ છે. લૂંટના 29 કિસ્સા કુલ નોંધાયા છે તેમાં 22 કિસ્સા એક માત્ર રાજકોટ શહેરમાં જ છે. પડધરી જેતપુર જામકંડોણા અને ધોરાજીમાં આવા એક પણ કેસ નોંધાયા નથી. કોટડા સાંગાણી લોધિકા જસદણ વિંછીયા અને ઉપલેટામાં એક -એક કેસ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ
March 19, 2025 01:28 PMજામનગર: આંગણવાડી અને મધ્યાહન ભોજનની બહેનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું
March 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech