અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ ડોક્ટરો વિના ચાલતી થ્રિ સ્ટાર નકલી હોસ્પિટલ ઝડપાઈ, બોગસ ડોક્ટર આવું મસમોટું કૌભાંડ આચરતો

  • March 19, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે તબીબો વિના ચાલતી હોસ્પિટલ ઝડપાઈ છે. નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર થ્રી સ્ટાર હોસ્પિટલનું સંચાલન ચાલતું હતું. એટલું જ નહી બોગસ ડોક્ટરે એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ બાદ હવે હવે આ નકલી હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. 


મળતી વિગત મુજબ, અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના વ્યક્તિએ બોગસ ડોક્ટર બની થ્રી સ્ટાર નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લિકેટ સહી-સિક્કા અને એએમસીના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી. એટલું જ નહીં આ હોસ્પિટલમાં આઇસીયુ અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આ નકલી હોસ્પિટલમાં અલગ અલગ ડોક્ટરના નામે ખોટા કેસ બનાવવામાં આવતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલી દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી છેતરપિંડી આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને મેડિક્લેઇમ પાસ કરાવવાનું પણ કૌભાંડ આચરવામાં આવતું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application