મોરબીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 9 વર્ષની બાળકીનું ઝેરી દવા પીને મોત થયું છે. જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પીતાં આ માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ખેત મજૂરી કરતો પરિવાર આઘાતમાં
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સરહદ પર ખેતરમાં રહેતા અને કામ કરતા એક પરિવારની નવ વર્ષની પુત્રીએ કોઈ કારણોસર ઝેર પી લીધું હતું અને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેથી પોલીસે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને ઘટનાની જાણ કર્યા બાદ ઘટના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સારવાર દરમિયાન મોત થયું
મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઈના ખેતરમાં રહેતા સવાભાઈ પરમારની નવ વર્ષની પુત્રી સેજલ ખેતરમાં હતી. આ સમયે, તેણે જીરું ભેળવેલા ઝેરી દવાથી ભરેલા ગ્લાસમાંથી પાણી પીધું હતું. બાદમાં પરિવારને જાણ થતા તેને સારવાર માટે મોરબી શહેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીને સારવાર માટે ત્યાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું. આથી હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને ઘટનાની જાણ કર્યા બાદ પોલીસે ઘટના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech