રાજય સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલી નુકશાનીના વળતર પેટે હેક્ટર દીઠ ૮,૫૦૦ પિયા જેવી મામુલી રકમ ચુકવવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે તે મશ્કરી સમાન છે તેમ જણાવીને આ રકમ બમણી કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.
ઉદ્યોગપતિઓના લાખો કરોડો પે-ઓફ કરતી સરકાર ખેડૂતો સાથે ઓરમાયું વર્તન દાખવે તે સરકારને શોભતું નથી, પોરબંદરના ધારાસભ્યએ કિસાનોને અતીપુરમાં થયેલા નુકશાનમાં વળતર આપોની માંગ મુકતા જ જાણે કે માંગ પોરબંદરના ધારાસભ્ય પાસેથી મુકાવાની રાહ જોઇને બેઠા હોય, એમ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ૩૩% થી વધુ નુકશાન થયું હોય તેવા કેસમાં હેક્ટર દીઠ ૮૫૦૦ ની સહાય એ પણ માત્ર બે હેક્ટર પુરતી આપવાની જાહેરાત કરી આપી, જાતે પીઠ થાબડવાના કુનેહી બધાએ ગૃહમાં મેજ તો ઠપઠપાવી લીધી, કેમકે પ્રશ્ન પોરબંદર વિસ્તારનો હતો,એના વિસ્તારનો નહી.પરંતુ પોરબંદરના ધારાસભ્ય તો ખેડુત પુત્ર છે, એને કેમ ન લાગ્યું કે વળતરની રકમ ખુબ ઓછી પડે છે? ભાજપમાં લોકો માટે અવાજ ઉઠાવવાની મનાઈ છે પરંતુ જે લોકો વિસ્તાર અને સ્થાનિક પ્રશ્ર્નોમાં વધુ સારું કરવા સત્તા પક્ષ ભાજપ સાથે એમ કહીને જોડાયા કે વિપક્ષ બેસીને લોકોના કામ કરી શકાતા નથી, ત્યારે સત્તામાં બેસીને પણ જો વળતરની રકમ અપુરતી હોવાનું જણાવી ન શકાય ત્યારે લોકસેવા ઉદેશ્ય હોવાની વાત જુઠી પડી જાય છે.
પોરબંદર અને દેવભુમિ દ્વારકા પંથકમાં રેગ્યુલર કરતાં વધુ ડબલ માત્રામાં વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વધુ પડે તેવી શક્યતા છે તે જોતા ૩૩% નહી ૯૦% નુકશાન ઉડીને આંખે વળગે એમ દેખાય છે, તેવા સંજોગોમાં માત્ર બે હેક્ટરની સહાય અને એ પણ એક હેક્ટર દીઠ ૮૫૦૦ ની નિર્ધારીત કરવામાં આવેલ રકમ ખુબ ઓછી હોવાનું પોરબંદર કોંગ્રેસના કીસાન સેલે જણાવ્યું છે. પોરબંદર કોંગ્રેસ કીસાન સેલના ખેડુત મિત્રોએ પુરી પાડેલી વિગતમાં વધુ ઉમેરો કરતાં પ્રવક્તા ભાર્ગવ જોશી જણાવે છે કે, ઉધોગપતિઓના કુલ ૧૬ લાખ કરોડ જયારે પે-ઓફ થયા, એમાં ગુજરાતના જે ઉદ્યોગગૃહોનો સમાવેશ છે, એને આશરે સવા ચાર લાખ કરોડ પે-ઓફ થવાનું મનાય છે, ત્યારે પોરબંદર અને ઘેડપંથકના ખેડૂતોનું ૯૦% થી વધુ નુકશાન થઇ ગયું હોય, નજરે પડતું પણ હોય, સરકારે સર્વે કરાવીને ખાતરી કરાવી પણ લીધી હોય, જો આ નુકશાન ન થયું હોત તો ખેડૂતને એક હેક્ટર દીઠ ૧૬૦૦૦ થી ૨૩૦૦૦ સુધીની આવક ઉભી થઇ શકે એની સામે ૮૫૦૦ ની રકમ ખુબ મામુલી અને ખેડૂતોની મજાક સમાન હોવાનું ભાર્ગવ જોશી જણાવે છે,
સરકાર અને કૃષિમંત્રી બંને એમણે જાહેર કરેલા વળતરના નિર્ણય ઉપર પુન:ર્વિચાર કરે અને ૩૩% નુકશાન થયું હોય તેવા કેસમાં હેક્ટર દીઠ ઓછામાં ઓછી ૧૦૫૦૦ ની સહાય અને ૩૩% થી વધુના નુકશાન સામે ૧૫૫૦૦ કે તેથી વધુની સહાય જાહેર કરે, તેમજ બે હેક્ટરની મર્યાદાને હટાવીને સંપુર્ણ સહાય જાહેર કરે અથવા જમીનની કુલ હિસ્સાના ૩૩% વિસ્તારને છોડીને બાકીના બધા વિસ્તારનો સહાયની ગણતરીમાં સમાવેશ કરવામાં આવે.
ખેદ સાથે આ જણાવવું પડી રહ્યું છે કે,પોરબંદર ખેતીવાડી શાખાની ખેડૂતો પ્રત્યેની ઉદાસિનતાના પાપે, સર્વેમાં કેટલું નુકશાન થયું છે ? અને સહાયમાં કેટલી જોગવાઈ હોવી જોઈએ ? એની સાચી સમજ એ સરકારમાં ક્યારેય નહી મોકલે, કેમકે ઘણીવાર ગ્રાન્ટના અભાવે વિભાગને આપવામાં આવેલ સરકારી વાહનમાં ડીઝલ પુરવાના ફાંફા પડી જતાં હોવાથી અધિકારી કે સ્ટાફ એના સરકારી વાહનમાં પ્રવાસ કરવાને બદલે રીક્ષામાં બેસીને પ્રવાસ પર જતાં હોય, એને ખેડુતોથી હમદર્દી કેટલી છે?
એની અસર એના કામમાં ચોક્કસ વર્તાય છે.અન્યથા અહીંથી સર્વેની સાથે સાચી માહિતી મોકલવામાં આવી હોત તો સરકારે એક હેક્ટર દીઠ ૮૫૦૦ જેવી ઓછી રકમની જાહેરાત કરવાને બદલે, સરકારવતી કૃષિમંત્રીએ હેક્ટર દીઠ સાડા દસ હજારની જાહેરાત કરી હતી. હાલ પોરબંદરમાં ઉધોગ ધંધાઓ ન બરાબર છે ત્યારે એક માત્ર ખેતીવાડી પોરબંદરના અર્થતંત્રનો આધાર છે સરકાર એના નિર્ણય પર ફેર વિચારણા કરે અને ખેડૂતોને દવલા ગણવાને બદલે ઉધોગપતિઓની જેમ જ વ્હાલા ગણે, ખેડૂતની વેદના શું હોય એ ખેડૂત વિના કોઈ સમજી ન શકે ત્યારે પોરબંદરના ધારાસભ્ય તો પોતે ખેડૂત અને ખેડૂતપુત્ર હોય, સરકાર પક્ષના ધારાસભ્ય હોય, કૃષિમંત્રીને કદાચ ખેડૂતોની વેદનાની એટલી સાચી સમજ કે પુરતી જાણકારી ન પણ હોય, ત્યારે ચૌ-તરફી રેવન્યુ આવક રળતી સરકાર ખેડુતો પ્રત્યે પણ ઉદાર બને તેવી કોંગ્રેસની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech