મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં મુંડન માટે મૈહર મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલા વાહન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ પડી હતી અને જેના કારણે વાહનમાં સવાર 7 લોકોના મોત થયા હતા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 9 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી, રીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે હાઈવે ઈજાગ્રસ્તોની ચીસો અને ચિત્કારોથી ગુંજી ઉઠ્યો હતો. માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે ગ્રામજનોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં બધાની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે સીધી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. જ્યાં શ્રદ્ધાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાયું. જેના કારણે 7 લોકોના મોત થયા. વાહન અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અત્યારસુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે વાહનમાં સવાર લોકો મૈહર માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યાં બાળકનું મુંડન પણ થવાનું હતું. હાલમાં અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા અને વાળની સુંદરતા વધારે છે કાકડી, અજમાવો આ 4 બ્યુટી ટિપ્સ
March 28, 2025 05:08 PMકેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને મોટી ભેટ, ડીએમાં 2 ટકાનો વધારો, જાણો કેટલો પગાર અને પેન્શન વધશે
March 28, 2025 05:07 PMઉનાળામાં માટલામાં પાણી ઠંડું નથી થતું? આ 5 કારણ હોય શકે જવાબદાર
March 28, 2025 04:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech