હીરાસર એરપોર્ટ પર જેટ ગતિએ લાઇટની ઉડાન વધી રહી છે. હાલના ધોરણે હંગામી જર્મન ટેકનોલોજીથી ટર્મિનલ ચાલી રહ્યું છે, હવાઈ મુસાફરો માટે હજુ ઘણી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી તેમ છતાં ટ્રાફિક માં નોંધપાત્ર વધારો થયો છે અને જુના એરપોર્ટ અને તુલનામાં નવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સરેરાશ દર મહિને ૨૦૦ ફલાઇટ વધી છે.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ હીરાસર ખાતે મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ હવે અંતિમ તબક્કામાં છે, આગામી બે મહિનામાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ શ થઈ ગયા બાદ ઇન્ટરનેશનલ લાઈટ શ કરવા માટેની ડીજીસીએ ના નિયમો અનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી હિરાસર ખાતે આવેલા નવા એરપોર્ટનો પ્રારભં થયો હતો. ત્યારથી લઇ આજ સુધીમાં નવા એરપોર્ટ પર ૨૦૦ જેટલી લાઈટએ વધુ ઉડાન ભરી છે.
રાજકોટ ખાતે ભૂતકાળ બનેલા જુના એરપોર્ટ પરથી દિલ્હી, મુંબઈ ,બેંગલોર, ગોવા સુરત ની લાઈટ ઉડાન કરતી હતી તો તેની સામે રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજ બધા શહેરો માટેની લાઈટ નિયમિત રીતે ઉડાન ભરી રહી છે જોકે હજુ સુધી નવા શહેર માટેની કનેકિટવિટી શ થઈ નથી તેમ છતાં લાઈટની સરેરાશ સંખ્યામાં વધારો નોંધાયો છે.
ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે પ્રતિદિન ૧૧ લાઈટ નિયમિત રીતે ઉડાન ભરી રહી છે. જેમાં મુંબઈ અને દિલ્હીના એર કનેકિટવિટીમાં વધારો આવ્યો છે. એની લાંબા સમયથી માંગણી ચાલી રહી હતી પરિણામે એરલાઇન્સ દ્રારા મુંબઈની પાંચ, દિલ્હીની બે ફલાઇટ,બેંગલોર, ગોવા પુનાની ફલાઇટ ઉડાન ભરી છે, આ ઉપરાંત દરરોજ સુરત માટેની વેન્ચુરા અને અમદાવાદ માટેનું નાનું એરક્રાટ ઉડાન કરે છે.
શઆતના તબક્કામાં નવા એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનની સંખ્યા ઘટી હતી પરંતુ હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, જેને લઇને ચાર્ટર્ડ લાઇટની મોમેન્ટ પણ વધી છે.
છેલ્લા એક મહિનાથી દરરોજ ચારથી પાંચ ચાટર પ્લેન આવી રહ્યા છે યારે આજના દિવસે ૧૦ જેટલા ચાર્ટર્ડ પ્લેન નું લેન્ડિંગ રાજકોટના નવા એરપોર્ટ પર થયું હતું.લાઈટની સંખ્યામાં વધારા સાથે પેસેન્જર નો ગ્રાફ પણ ઐંચો ગયો છે. રાજકોટ થી ૩૨ કિલોમીટર દૂર એરપોર્ટ હોવા છતાં પણ એરટ્રાફિક સતત વધી રહ્યો છે અત્યારે સરેરાશ દરરોજ એક દિવસના ૩,૦૦૦ જેટલા મુસાફરો હવાઈ મુસાફરી કરી રહ્યા છે.
ખાસ કરીને વેકેશન હોવાના લીધે સૌરાષ્ટ્ર્ર તરફ તો ફરવા આવતા લોકો અને દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થતાં લાઈટ મોમેન્ટ વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનંત અંબાણી દ્વારકા પહોંચે એટલે ભવ્ય સ્વાગતની તૈયારી માટે યોજાઇ ખાસ બેઠક
April 05, 2025 11:15 AMઅસુરક્ષિત લોનમાં ૨૧૦૦૦ ટકાનો વધારો, પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભારે દહેશત
April 05, 2025 11:03 AMજામનગરમાં સવારે ઝાકળ, બપોરે અગનવર્ષા, રાત્રે ઠંડો પવન
April 05, 2025 11:03 AMબેંગકોકમાં નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનો મહામુસબીતે ભારત પરત ફર્યા
April 05, 2025 11:02 AMરાજકોટીયન્સ બપોરે બહાર નિકળવામાં ધ્યાન રાખજો, હવામાન વિભાગની આગ ઝરતી આગાહી
April 05, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech