ગઈકાલે ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ 6 પરિવારમાં ઉત્તરાયણ માતમમાં ફેરવાઈ હતી. પતંગની દોરીને કારણે 6 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ સવારથી જ રાજ્યભરમાં ઈમરજન્સી ફરિયાદોનો મારો થતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. રાતના 9 વાગ્યા સુધીમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળ્યા હતા.
રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું હતું. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે. મહેસાણાના વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નિપજ્યું હતું. માનસાજી પોતાના બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ત્રણ બાળકોના પિતા એવા માનસાજીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
વડોદરામાં પતંગની દોરીથી 6ના ગળા કપાયા, એકનું મોત
વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટના બની હતી. આ પૈકી પાંચ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું હતું. શહેરમાં એક બનાવ ધાબા ઉપરથી પડી જવાનો સામે આવ્યો છે જે વ્યક્તિ હાલમાં બેભાન અવસ્થામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech