પ્રોજેક્ટના મુખ્ય દાતા પ્રણવ દેસાઈ અને બોલબાલા ટ્રસ્ટ રાજકોટ દ્ગારા આર્થીક યોગદાન અપાયું
રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જ કરવામાં આવી છે. રેડ ક્રોસ સોસાયટી હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે. હાલમાં જામનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા ૪૦ લાભાર્થીઓને હિયરિંગ મશીન આપવામાં આવ્યા.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ દ્રારા આ પ્રોજેક્ટ જામનગર શાખાને આપવામાં આવ્યો હતો. જેમાં જન્મથી બધિર હોય તેવા બાળકોને હિયરિંગ મશીન આપવામાં આવ્યા. 'હિયર એન.યુ.' કંપની તરફથી ડિજિટલ પ્રોગ્રામેબલ ફોન કન્ડકશન હિયરિંગ મશીન નજીવી કિંમતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યા. ફોન કંડકશન ટેકનોલોજી કાનની ૧૦૦% ક્ષતિ ધરાવતા લોકો માટે આધુનિક ટેકનોલોજી છે. આ ડિવાઈસ નોન સર્જિકલ છે. તેમાં અવાજને સેટ કરી શકાય છે. ૩૩ ગ્રામ વજનના મશીનની બેટરી ચાર્જ કરી શકાય છે. કંપની તરફથી આવેલાં કુલદિપસિહ વાધેલા, દ્રીજ પટેલ, નેહા પરમાર અને નીલા માનને બાળકોને મશીન ઓપરેટ કરતા શીખવ્યું હતું.
આ પ્રોજેક્ટના મુખ્ય દાતા પ્રણયભાઈ દેસાઈ છે, ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ રાજકોટ તરફથી પણ પ્રોજેક્ટ માટે સહાય મળેલી છે. સમગ્ર કાર્યક્રમમાં પ્રણયભાઈ દેસાઈ વિડિયો કોન્ફરન્સથી જોડાય હતા.
આ પ્રસંગે ડી.પી.ઇ.ઓ વિપુલભાઈ મહેતા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન હુલાશબા જાડેજા, લાલપુર તાલુકાના પૂર્વ પ્રમુખ સુરેશસિહ જાડેજા, જિલ્લા આઇ.ઈ.ડી. હેમાંગીબેન દવે, મોટીવેશનલ સ્પિકર પી.એમ.જાડેજા, બોલબાલા ટ્રસ્ટના નરેન્દ્રભાઇ ઉપાધ્યાય, ફિડબેક ફાઉન્ડેશનના વિશાખાબેન, નિયતિબેન દવે, નેશનલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ડીએસ.ગોહિલ, રેડ ક્રોસ સોસાયટી જામનગરના વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ઉપરાંત ડો. જોગીન જોશી, કીરીટભાઇ શાહ, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઇ ભાનુશાલી, પ્રો આનંદ મહેતા, આનંદ દવે, મનોજ મણીયાર , આશિષ ખારોડ, નિતીન પરમાર વિપુલ મહેતા, નિકુલદાન ગઢવી, દિપા સોની, અવની ત્રિવેદી, બીના બદિયાણી, કાજલ ગનીયાણી, રેખા જોશી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રેડ ક્રોસ સોસાયટી જામનગર ના ચેરમેન બીપીનભાઈ ઝવેરીના માર્ગદર્શન હેઠળ થયો હતો.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાએ શાળાઓની બ્લડ ડોનેશન પર ચિત્ર હરિફાઈમાં જામનગરના બે વિદ્યાર્થીનીઓના , જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની મુંડા દિપીકા અને વુલનમિલ કન્યા તાલુકા શાળાની નંદાણિયા રીયાના નંબર આવેલા છે, તેમને ઈનામ આપવામાં આવેલ છે. આ હરિફાઈ ની તૈયારી કેશુભાઈ ધેટીયાએ કરાવેલી હતી .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીવાના પાણીની અછતને પહોંચી વળવા 74 ડેમમાં પાણીનો જથ્થો આરક્ષિત રખાયો
May 23, 2025 02:37 PMવિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત
May 23, 2025 02:21 PMકિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ
May 23, 2025 02:18 PMપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech