કેરેબિયન સમુદ્રમાં 300 વર્ષ પહેલાં ડૂબી ગયેલા સ્પેનિશ જહાજના ખજાના પર કેટલાક દેશો પોતાના અધિકારનો દાવો કરી રહ્યા છે. 1708માં બ્રિટિશ આર્મીના હુમલામાં ડૂબી ગયેલા જહાજ સેન જોસમાં 20 અબજ ડોલરથી વધુનો ખજાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જહાજમાં 200 ટન સોનું, ચાંદી ,નીલમણિ અને અન્ય કિંમતી વસ્તુઓ છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સાન જોસના કાટમાળને બહાર કાઢવા માટે સૂચનાઓ આપી ત્યારે ખજાના પરના દાવાને વેગ મળ્યો. અમેરિકન કંપ્ની વુડ્સ ઓશનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુશનની ટીમે 1981માં સેન જોસ અથવા હોલી ગ્રેઇલની શોધ કરી હતી. જો કે, કોલંબિયાએ 2015માં દાવો કર્યો હતો કે તેના નૌકાદળે જહાજની શોધ કરી છે.
ખજાના પર સ્પેન પોતાના અધિકારનો દાવો કરી રહ્યું છે કારણ કે તે તેમનું જહાજ હતું. કોલંબિયા સેન જોસને તેના સાંસ્કૃતિક વારસા સાથે જોડી રહ્યું છે, કારણ કે જહાજ તેના પાણીમાં સ્થિત છે. બોલિવિયા કહે છે કે તેની ત્રણ જાતિઓના ગુલામ પૂર્વજોએ ખાણોમાંથી આ ખજાનો કાઢ્યો હતો. જ્યારે જહાજની શોધ કરનાર અમેરિકન કંપ્ની વુડ્સ તેના પર હાજર ખજાનામાં મૂળભૂત હિસ્સાની માંગ કરી રહી છે.
કોલંબિયાની નૌકાદળે જહાજના ભંગારનું મૂલ્યાંકન કરવા માટે 3,100 ફૂટની ઊંડાઈએ રોબોટિક સાધનો મોકલ્યા હતા. તે જહાજમાં સોના, ચાંદી, નીલમણિ, તોપો અને સિરામિક વાસણોના ટુકડાઓ વિખરાયેલા જોવા મળ્યા હતા. તેમાં લાકડાની કેટલીક વસ્તુઓ પણ હતી, જેમાંથી કાર્બન ડેટિંગ દશર્વિે છે કે લાકડું 300 વર્ષ જૂનું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech