ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ લોકોએ ભારે હથિયારો સાથે કોંગોની રાજધાની કિંશાસાના પ્રેસિડેન્ટ હાઉસ પર કબ્જો કર્યો હતો.
જો કે એક લશ્કરી કાર્યવાહીમાં બળવાને અંજામ આપવા આવેલા સશસ્ત્ર દળોના નેતા માર્યા ગયા હતાં. જે અમેરિકન મૂળના કોંગી નેતા હતા. ક્રિશ્ચિયન મલાંગાના પુત્ર માર્સેલ મલાંગાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આ સાથે અમેરિકન બેન્જામિન ઝાલમેન કે જેઓ તેમના મિત્ર ટાયલર થોમસન અને ક્રિશ્ચિયન મલાંગાના બિઝનેસ પાર્ટનર હતા તેમની સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
પિતાએ આપી હતી જાનથી મારી નાખવાની ધમકી!
આ ત્રણેયને અપરાધિક કાવતરું, આતંકવાદ અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મલંગાએ કોર્ટને જણાવ્યું કે જો તે આ યોજનામાં સામેલ નહીં થાય તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે એમ પણ કહ્યું કે આ પ્રથમ વખત તે તેના પિતાના આમંત્રણ પર કોંગો આવ્યાં હતાં, જેમને તે વર્ષોથી મળ્યાં ન હતા.
37 નામાંકિતોને મૃત્યુદંડ
અમેરિકન, બ્રિટિશ, કેનેડિયન, બેલ્જિયન અને કોંગોના નાગરિકો સહિત આવા 50 જેટલા લોકો સામેલ છે. તે નિષ્ફળ બળવાનો ભાગ હતો જેમાં રાષ્ટ્રપતિની ઓફિસ કબ્જે કરવામાં આવી હતી. કુલ 37 નોમિનીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. વોશિંગ્ટનમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે દૂતાવાસના કર્મચારીઓએ કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને તેઓ કેસનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે.
પત્નીએ કરી અપીલ
અમેરિકી અધિકારીએ કહ્યું કે અમે સમજીએ છીએ કે કોંગોમાં કાનૂની પ્રક્રિયા કોર્ટના નિર્ણયો સામે અપીલ કરવાની મંજૂરી આપે છે. બેલ્જિયન-કોંગોલિયન નાગરિક જીન-જેક્સ વોન્ડો પણ 37 નોમિનીમાં સામેલ છે. વોન્ડોના પરિવારે કોંગોના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકીડીને સંદેશ મોકલ્યો. જોકે, તેની પત્નીએ અપીલ કરી હતી કે તે નિર્દોષ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech