સરદાર પટેલ ભવનમાં જુગારના અખાડામાંથી 7 ઝબ્બે, દાની બોટલો પણ મળી : સાધના કોલોની, ટેભડા, ધુડશીયા, નાગપુર સીમમાં તિનપતીના રંગમાં પોલીસનો ભંગ
જામનગર શહેર, જીલ્લામાં પાંચ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડીને 4 મહિલા સહિત 27 પત્તા પ્રેમીઓને રોકડા, મોબાઇલ, વાહન સહિત લાખોના મુદામાલ સાથે અટકમાં લીધા હતા, જામનગરમાં સરદાર પટેલ આવાસના ફલેટમાં એલસીબીએ દોઢ લાખની રોકડ સાથે 7 જુગારીને પકડી લીધા હતા, દરોડા દરમ્યાન દાની 12 બોટલ મળી આવી હતી આ ઉપરાંત સાધના કોલોની, ટેભડા ગામ, ધુળશીયા, નાગપુરમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના એરફોર્સ-2ની સામે સરદાર પટેલ ભવન બ્લોક નં. એ-2, ફલેટ નં. 1203માં રહેતા રાજુ વ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે એવી હકીકતના આધારે એલસીબી પીઆઇની સુચનાથી સ્ટાફના હરદીપભાઇ, ઋષીરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડીને ફલેટમાં તિનપતીનો જુગાર રમતા મુળ ભાણવડના કૃષ્ણગઢના હાલ આવાસમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ ભીમશી વ, મુળ બેરાજાના હાલ ગોકુલનગરના નિતીન ધનજી ચાવડા, દિ.પ્લોટ 58માં રહેતા વિપુલ શંકરલાલ દામા, સિઘ્ધીવિનાયક પાર્ક શેરી નં. 11માં રહેતા હમીર ગોવા વાળા, સરપદડ ગામના શૈલેષ મુળજી આદરોજા, મુળ રીનારીના હાલ દરેડ રહેતા નિલેશ ભીખા અકબરી, એમ્યુઝમેન્ટ પાર્ક ક્રિષ્ટલ કોર્નર એપાર્ટમેન્ટ બ્લોક 101માં રહેતા અનિરુઘ્ધ ગોરધન ચોવટીયા નામના શખ્સોને પકડી લીધા હતા.
દરોડા દરમ્યાન 1.52.500ની રોકડ, 5 મોબાઇલ, 4 બાઇક, ગંજીપતા મળી કુલ 2.88.500નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ દરોડા વખતે રાજેશ ઉર્ફે રાજુ ભીમશી વના ફલેટ નં. 1203માંથી ઇંગ્લીશ દાની 12 બોટલ મળી આવતા તેની સામે પ્રોહી મુજબ અલગથી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં સીટી-એ પીઆઇ ચાવડા અને પીએસઆઇ રાઠોડની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે દેવાયતભાઇ અને રાજેન્દ્રસિંહને બાતમી મળેલ કે સાધના કોલોની ન્યુ હાઉસીંગ બોર્ડના એે વીંગ, બીજા માળની લોબીમાં જુગાર રમાય છે, જેથી દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા સાધના હાઉસીંગ બોર્ડ આવાસ બી વીંગ મ નં. 208માં રહેતા દર્પણ ગીરીશ પાડલીયા, એ વીંગ મ નં. 008માં રહેતા રજીયાબેન સતાર ઓડીયા, એ વીંગ મ 116માં રહેતા દમયંતીબેન માલદે પાતરા, હર્ષદમીલની ચાલી પાસે મહાવીરનગરમાં રહેતા જયોતીબેન રવિ કબીરા, સાધના આવાસ ડી વીંગ મ નં. 012માં રહેતા વંદનાબેન નિલેશ દોની અટકાયત કરી રોકડા 10130 અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
આ ઉપરાંત જામનગર નજીક ધુળશીયા ગામના સ્મશાન પાછળ ઝાડ નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ધુતારપરના મહેશ જેન્તી રાઠોડ, ધુડશીયાના લાલજી ઉર્ફે લાલો ખીમજી રાઠોડ, વિપુલ કાળુ સીતાપરા, મહેન્દ્ર ડાયા રાઠોડને રોકડા 3840 અને ગંજીપતા સાથે પંચ-એ પોલીસે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં લાલપુરના ટેભડા ગામના પાદરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ટેભડા ગામના વિજય ચના રાઠોડ, દિનેશ આલા વાઘ, રામજી પાલા ચાવડા, હસમુખ ધના વાઘને સ્થાનીક પોલીસે રોકડા 10030 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા, જયારે કાલાવડ તાલુકાના નાગપુરની સીમમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા નાગપુર ગામના રવિ ભીખા સીંગલ, ખીમજી માવજી સીંગલ, અમરશી મનજી સીંગલ, મોહન દેવા વાઘેલા, અરજણ ડાયા પરમાર, નરેન્દ્ર ભોજા સીંગલ, પ્રફુલ રમેશ સીંગલને ગ્રામ્ય પોલીસે રોકડા 6350 અને ગંજીફા સાથે ઝડપી લધીા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech