વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 700 કરોડના ખર્ચે બનેલ આ મંદિર પ્રાચીન ભારતીય મંદિર નિમર્ણિ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે તેને પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને શ્રધ્ધાના સંગમ તરીકે જોવામાં આવશે. આ મંદિરમાં રાજસ્થાન અને ગુજરાતના કારીગરોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. આ મંદિર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ ) દ્વારા બનાવવામાં આવ્યું છે. 1 માર્ચથી લોકો મંદિરના દર્શન કરી શકશે.
આ મંદિરમાં રાજસ્થાનના લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અયોધ્યા મંદિરની જેમ, તેના બાંધકામમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પથ્થરો ફીટ કરવામાં આવ્યા છે. મંદિરની કલાકૃતિઓ પ્રાચીન હિંદુ ગ્રંથોથી પ્રેરિત છે. ગુજરાત અને રાજસ્થાનના બે હજાર કુશળ કારીગરો દ્વારા 402 માર્બલના સ્તંભની કોતરણી કરવામાં આવી છે.
મંદિરના પાયામાં અને મંદિર પરિસરમાં 350 થી વધુ સેન્સર લગાવવામાં આવ્યા છે, જે ભૂકંપ્ની ગતિવિધિઓ અને તાપમાનમાં થતા ફેરફારો વિશે માહિતી આપશે. કોંક્રિટ મિશ્રણમાં 55% સિમેન્ટના સ્થાને ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી મંદિરનું વાતાવરણ અનુકૂળ બન્યું છે. આરપીએસ આર્કિટેક્ટ પ્લાનર્સ એન્ડ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ અને કેપિટલ એન્જિનિયરિંગ ક્ધસલ્ટન્ટ્સે મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી.
1997 માં યુએઈની તેમની મુલાકાત દરમિયાન, બીએપીએસના વડા પ્રમુખ સ્વામી મહારાજને તેમના શિષ્યો રણ વિસ્તારમાં લઈ ગયા હતા. આ સમય દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે અહીં હિંદુ મંદિર બનાવવાનો વિચાર રજૂ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મંદિર તમામ દેશો, સંસ્કૃતિઓ અને ધર્મો વચ્ચે એકતાનો સંદેશ આપે. બે દાયકાથી બીપીએસ સંતો અને ભક્તોએ મંદિરની જમીન માટે પ્રયત્નો કયર્િ હતા. 2015 માં, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિર માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. પીએમ-મોદીએ આ માટે યુએઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો અને તેને એક મહાન પગલું ગણાવ્યું. મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ, 2019 ના રોજ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech