જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતીએ 'ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું' કહીં રડતા રડતા જિંદગીનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. જે બાદ ઘરમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવતીની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
યુવતીએ વીડિયો સુસાઇડમાં શું બોલી?
જુનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેણે મરતા પહેલા જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે જણાવ્યું કે, મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, મને નાના-નાની, મમ્મી પપ્પા ખૂબ સારા મળ્યા છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાવ છું હું આ પગલું મારી જાતે ભરું છું. ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવી યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું.
20 વર્ષીય લક્ષ્મી વેગડાએ વીડિયો બનાવી જણાવ્યું કે, મમ્મી તને પણ ખબર છે મારે ઘણા પ્રોબ્લેમ છે હું મારા પગ પર ક્યારેય ઊભી થઈ શકી નહીં, આવી રીતે ક્યાંક મને કોઈ પાત્ર મળી ગયું તો મારે પણ તારી જેમ હેરાન થવું પડશે. એટલે હું અત્યારે આવી રીતે પગલું ભરૂ છું, જેથી આખી જિંદગી મારે કોઈ ઉપાદી જ નહીં. હું દુઃખ નહીં જોઈ શકું, હું અત્યારે પણ નથી જોઈ શકતી. હું બધામાં કેટલી નબળી પડું છું. મને ક્યારેક ક્યારેક ડર લાગે છે, કે શું થશે મારું?
'હું જે કરું છું એ મારા માટે કરું છું'
વધુમાં જણાવ્યું કે, મમ્મી તું ભાવિન ભેગી રહેજે અને ભાવિન તું મમ્મીનું સારી રીતે ધ્યાન રાખજે, મમ્મી તારા માટે જ જીવે છે. આપણે બંને એ કેટલું બધું કર્યું તે તને ખબર જ છે. રામભાઈ કેવા સારા છે તે તને બેન સમજે છે તેણે કેટલો સાથ દીધો છે એટલો સાથ કોઈએ દીધો નથી. આપણું ઘર બાંધવા માટે આપણને કેટલા સમજાવ્યાં, રામભાઈ સારા છે એટલે મમ્મી તું દુઃખી ન થતી. હું જે કરું છું એ મારા માટે કરું છું. કાલ સવારે તમને કોઈ હેરાન ન કરે, હું ઘણી નબળી છું મને ખુદને એમ થાય છે કે હું આગળ ભણી નથી શકવાની, હું ખોટી હેરાન થાય માટે હું આ બધું કરું છું.
'આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું'
વધુમાં જણાવ્યું કે, ભાવિન તમે મમ્મીને સારી રીતે સાચવજો એ તમારો સહારો છે, એ નહીંતર મારા ગયા પછી તૂટી જશે. ભાવિન તું મારો ભાઈ છો સમજુ છો. તમારે બે માટે અમે કેટલું કર્યું અને મને નાના-નાની, મમ્મી-પપ્પા પણ સારા મળ્યા પણ મારો બાપ મને વગોવામાં જ છે, એટલે આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું. કોઈ કાલ સવારે તમને કંઈ પણ કંઈ ન શકે. હું અંદરને અંદર ઘૂંટું છું, મને કંઈક થાય છે હું શું કરું એટલે મેં આ રસ્તો લીધો છે, મેં કાંઈ ગલત કદમ નથી લીધો.
હું દીકરો બની હોતને તો મમ્મીને આટલું ના સહન કરવું પડત'
વધુમાં કહ્યું કે, મમ્મી તું કંઈ ઉપાદી ન કરતી. મમ્મી તું હવે આરામથી જિંદગી જીવજે. ભાવિન હવે મમ્મી બિચારાથી કામ નથી થઈ શકતું, તો તું કામ ના કરાવતો. હું દીકરો બની હોતને તો મમ્મીને આટલું ના સહન કરવું પડત. મમ્મી તું તારું ધ્યાન રાખજે અને મમ્મી હું તારી પાસે જ હઈશ એવું મહેસુસ કરજે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્રના ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો યુનિવર્સિટીએ કર્યો પ્રારંભ
March 20, 2025 09:46 AMસુરતથી ફેન્ટાનાઇલ ડ્રગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વિદેશની કંપનીઓ સાથે કનેક્શન
March 20, 2025 09:46 AMગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech