ઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!

  • March 30, 2025 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજકાલ કોઈ પણ વસ્તુ ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ છે. ઘરે બેઠા જ કોઈ પણ મનગમતી વસ્તુઓનો ઓર્ડર આપી શકો છો પરંતુ શું જાણો છો કે હવે ઓનલાઈન ઘર પણ ઓર્ડર કરી શકો છો? આજકાલ એક એવા ઘર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે જે ઓનલાઈન સામાન વેચવાના પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ એક નાનું 2 રૂમનું ઘર છે જે નાના પરિવારો માટે યોગ્ય છે પરંતુ જ્યારે તેની કિંમત સાંભળશો, ત્યારે તરત જ તેને ઓર્ડર કરવાનું મન થશે કારણ કે તે ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે.


અહેવાલ મુજબ, અલી-એક્સપ્રેસ એક વૈશ્વિક ઓનલાઈન રિટેલ માર્કેટપ્લેસ છે જે ચીની કંપની અલીબાબાનો ભાગ છે. તાજેતરમાં આ ઓનલાઈન માર્કેટ પ્લેસ પર એક નાનું ઘર વેચાણ માટે ઉપલબ્ધ છે જેમાં 2 રૂમ અને એક લિવિંગ સ્પેસ છે. આ ઘર વિશે એવું કહેવામાં આવ્યું છે કે તે એવા લોકો પણ ખરીદી શકે છે જેમની પાસે પોતાના ઘર છે પણ મહેમાનો માટે અલગ રહેવાની વ્યવસ્થા કરવા ઇચ્છે છે. ભાડે આપીને પૈસા પણ કમાઈ શકાય છે.


આ ઘર 20 મીટર પહોળાઈમાં બનેલું છે અને તેની છત 2.4 મીટર છે. તેને ચીનથી ફ્રી શિપિંગ સાથે ઓર્ડર કરી શકો છો. આ ડિલિવર થવામાં લગભગ 2 મહિના લાગે છે. આ પ્રોડક્ટ સમુદ્ર માર્ગે મોકલવામાં આવે છે અને સીધા ગ્રાહકના ઘરઆંગણે પહોંચાડવામાં આવે છે. ઘરનો દેખાવ નક્કી કરી શકો છો કારણ કે તે વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. સફેદ, કાળા અને ભૂરા રંગના બાહ્ય ભાગો પણ ઉપલબ્ધ છે.


જો કોઈ કારણોસર ઘર પસંદ ન આવે, તો ઘર પરત કરી શકો છો, કંપની તમારા પૈસા પણ પરત કરશે. જોકે, ઘર નિર્ધારિત સમયની અંદર પરત કરવું પડશે. જો થોડું મોટું ઘર જોઈતું હોય તો તે પણ ઉપલબ્ધ છે. આ 30 ફૂટ અને 40 ફૂટના કદમાં પણ ઉપલબ્ધ છે. હવે કિંમત વિશે વાત કરીએ. 20 ફૂટનું ઘર ફક્ત 5.9 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે 30 ફૂટનું ઘર 8.7 લાખ રૂપિયામાં અને 40 ફૂટનું ઘર 9.8 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application