ગઇકાલે ખરેડી, ખંઢેરા, જગા, નવાગામ, મોટી ખાવડી, નિકાવા, બેડીયા અને કાલાવડ અને જામનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાંથી ર૭.૧પ લાખની ચોરી પકડતું તંત્ર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા જ્યાં જ્યાં વિજ લોસ આવે છે ત્યાં તંત્ર દ્વારા વિજ ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવી રહી છે, એક જ અઠવાડીયામાં હાલારમાંથી ૧૯૩ લાખની વિજચોરી પકડવામાં તંત્ર સફળ થયું છે, ગઇકાલે ર૭.૧પ લાખની વિજચોરી પકડી પાડવામાં આવી હતી.
પીજીવીસીએલ સૂત્રોના જણાવ્યા અનુસાર ખરેડી, મેડી, ખંઢેરા, જગા, નવાગામ, મોટી ખાવડી, નિકાવા, બેડીયા અને કાલાવડ અને જામનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાંથી પપ ટીમોએ પપ૭ વિજ કનેકશનો ચેક કર્યા હતા, જેમાંથી ૮૦ માં વિજચોરી પકડાઇ હતી અને ર૭.૧પ લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા, આ સમયે ર૦ લોકલ પોલીસ અને ૧૧ એસઆરપી જવાનોનો કાફલો સાથે રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીજીવીસીએલ દ્વારા હજુ પણ ચેકીંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે અને જ્યાં જ્યાં વિજલોસ હશે ત્યાં ગામડા અને શહેરમાં પણ વધુ ચેકીંગ ડ્રાઇવ શરુ કરવામાં આવશે, નવા અધિક્ષક ઇજનેર આવ્યા પછી વિજચોરીનું ચેકીંગ વધી ગયું છે, તે સારી વાત છે, આગામી દિવસોમાં આ ચેકીંગની કાર્યવાહી હજુ વધશે તેમ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech