બાબરા,ચલાલા,સાવરકુંડલા, લીલીયામાં જુગાર રમતા સાત મહિલા સહીત 19 પકડાયા

  • May 16, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમરેલી પંથકમાં જુગારના ચાર દરોડામાં બાબરા,ચલાલા,સાવરકુંડલા, લીલીયામાં તીનપતી રમતા સાત મહિલા સહીત 19 વ્યક્તિ પકડાયા હતા, ચારેય દરોડામાં પોલીસે રોકડ અને મોબાઈલ મળી 80 હજારની મત્તા કબ્જે કરી હતી. સાવરકુંડલામાં પોલીસના દરોડા દરમિયાન ત્રણ શખસો નાસી છૂટતા શોધખોળ હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ બાબરાના અમરાપરામાં જાહેરમાં કેટલીક મહિલાઓ તીનપતીનો જુગાર રમી રહી હોવાની બાતમીના આધારે બાબરા પોલીસે દરોડો પાડતા જયાબેન હરેશભાઇ દસુકવાડીયા, રસીલાબેન અરવીંદભાઇ ડોલસીયા, ઉદરબેન મનસુખભાઇ ડાભી, આશાબેન લાખાભાઇ ચાવડા, મોનીકાબેન અજયભાઇ ઉંદરગઢીયા, મનીષાબેન કાળુભાઇ સુકવાવા, સોનલબેન લાલજીભાઇ ચાવડા તમામ (રહે.અમરાપરા તા.બાબરા)ને જુગાર રમતા ઝડપી લઈ રોકડ 15,800ની રકમ કબ્જે બાબરા પોલીસે ગુનો નોંધ્યો છે.


બીજા દરોડામાં ચલાલા ટાઉન વિસ્તાર જુગાર રમતા રઘુવીર રામકુભાઇ માંજરીયા, મનુ કાથડભાઇ ધાધલ, પ્રદિપ વાસુરભાઇ માલા, મનસુખ પુંજાભાઇ મુછડીયા, દિગંત ચંદુભાઇ રાજયગુરૂ, કનુ રામભાઇ વાળા, અશરફ ગીગાભાઇ કાલીયા તમામ (રહે.ચલાલા)ને ઝડપી લઇ રોકડ 26,530ની રોકડ કબ્જે કરી ચલાલા પોલીસે કાર્યવાહી કરી હતી.


ત્રીજા દરોડામાં સાવરકુંડલાના ખાટકીવાડમા જુના બસ સ્ટેશન પાછળ કેટલાક શખસો ગોળ કુંડાળું વળી જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હોવાની બાતમીના આધારે સાવરકુંડલા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી. દરોડા દરમિયાન હરસુર લખુભાઇ ભાંભળા, રજાક સુલેમાનભાઇ શેખ ઝડપાઇ ગયા હતા જયારે વસીમ ઇબ્રાહીમભાઇ કાલવા, મોહમદ ઉર્ફે તગારી હનીફભાઇ બાવનકા, અલ્તાફ હનીફભાઇ બાવનકા, કાળુ ઉકાભાઇ પરમાર નાસી જવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ અને બે મોબાઈલ મળી રૂ.30,700ની મત્તા કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી નાસી જનાર ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.


ચોથા દરોડામાં લીલીયા પોલીસે ગુંદરણ ગામ મફતપરા વિસ્તારમાં પાના ટીચતાં લાલજી છનાભાઇ પરમાર, ભરત ઉર્ફે ભોળાભાઇ ખીમજીભાઇ રાઠોડ, મયુર બાબુભાઇ જેબલીયા (ત્રણેય રહે.ગુંદરણ)ને પકડી પાડી રોકડ ૬૮૮૦ની રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application