દિ.પ્લોટ ૫૮, શાપર, માછરડા સોસાયટી અને બાલવા ગામમાં પોલીસ પ્રગટી
જામનગર શહેર, જીલ્લામાં હોળી, ધુળેટીના પર્વ દરમ્યાન જુગાર અંગે જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ ૧૮ની અટકાયત થઇ હતી. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં ઘોડીપાસાથી જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૬ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ૪ શખ્સો નાસી ગયા હતા. ૧૮૭૭૦ની રોકડ રકમ કબ્જે કરી હતી. જયારે શાપર, કાલાવડના માછરડા સોસાયટી, બાલવા ગામ ખાતે જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી પીએસઆઇ રાઠોડ સાથે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે શહેરના દિ.પ્લોટ ૫૮ કેળાની વખાર પાસે હોળીની મોડી રાત્રે જુગાર રમતો હોવાની બાતમી સ્ટાફના યોગેન્દ્રસિંહ, વિજયભાઇ અને રવિભાઇને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડતા ઘોડીપાસાનો જુગાર રમી રહેલા નયન હિંમત ગોરી, દિલીપ વિશનદાસ ગજરા, રમેશ ગોવિંદ ભોજાણી, સાગર ભરત કનખરા, રાહુલ ભરત કનખરા તથા પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કટીયારાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી ૧૮૭૭૦ની રોકડ રકમ કબ્જે કરી છે. જ્યારે પલુ ચીકુવાળો, રામુ ટમેટો, કેતુ અને દીપુ ઉર્ફે દીનો કપડાની દુકાનવાળો નામના ચાર શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા.
બીજા દરોડામાં શાપર શંકરટેકરી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા વિનોદ મેપા ભાંભી, આમદ મામદ નાઇને રોકડા ૧૬૮૦ સાથે પકડી લીધા હતા, જયારે રોશનબેન બાઉદીન બેલીમ, ફાતમાબેન સુમાર નોતીયારને અટકાયતમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત કાલાવડના માછરડા સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા પ્રફુલ ઉગા સોંદરવા, ડાયાલાલ કાનજી ચંદ્રપાલ, પ્રફુલ વસતા સોંદરવા, વિનોદ હીરા સોંદરવા, રતા નાથા સોંદરવાને પકડી પાડી ૧૦૨૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત જામજોધપુરના બાલવા ગામ ભુવા શેરીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દિલીપ છગન ચપલા, મુકેશ ભીખુ પરસાણીયા, નીતીન કાનજી ભુવા, શૈલેષ ગોરધન દેલવાડીયા, વિઠલ સામજી પરસાણીયા નામના શખ્સોને રોકડા ૬૨૬૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
April 07, 2025 06:51 PMમુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech