ખંભાળિયાના બસ સ્ટેન્ડની બાજુમાં એક નર્સરી પાસેથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનોજ કિશોરભાઈ કોયરીયા, જગદીશ રાજુભાઈ બામડોરીયા અને જીગ્નેશ ભીખાભાઈ ગોદડીયાને રૂપિયા 11,100 ના મુદ્દામાલ સાથે જ્યારે મોડી રાત્રિના સમયે અહીંના ગોવારવાડીમાંથી વિસ્તારમાંથી તીનપત્તી નામનો જુગાર રમતા પંકજ મોહન વાઘેલા, સાગર શંકર વાઘેલા અને બચુ ભીખા બારીયાને રૂપિયા 11,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વાડીનાર મરીન પોલીસે ભરાણા ગામની પ્રાથમિક શાળા પાસેથી રાત્રિના 12:30 વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા નિલેશસિંહ બહાદુરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, રાજદીપસિંહ નટુભા જાડેજા, ગંભીરસિંહ જીવણસિંહ જાડેજા, મીતરાજસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજા અને જયદીપસિંહ ઉમેદસંગ જાડેજા નામના છ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, રૂપિયા 11,730 રોકડા તેમજ રૂપિયા 16,000 ની કિંમત 4 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 31,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન ભરાણા ગામનો ધર્મેન્દ્રસિંહ પેથુભા જાડેજા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. જે અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech