જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં સર્વે ગૌ ભક્તો દ્વારા ૧૦૦૦ કિલો શાકભાજીના ભોગ ધરાવાયો

  • May 19, 2025 10:55 AM 

જામનગર નજીક હાપા સ્થિત પ્રભુ​​​​​​​દાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ સેવા સમિતિ ઉપરાંત મંગળા વિઠલેશ ગૌશાળા ના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે હાપા ના જલારામ મંદિરે ગૌશાળામાં ગાય માતા માટે ૧૦૦૦ કિલો લીલોતરી શાકભાજીનો ભોગ ધરાવાયો હતો.


 મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ૫૫ જેટલી ગાયો આવેલી છે, જ્યાં ગઈકાલે સાંજે ૭.૦૦ વાગ્યે સર્વે ગૌ ભક્તો દ્વારા જુદા જુદા લીલોતરી ના શાકભાજી, કે જે ૧૦૦૦ કિલો એકત્ર કરી અને ગાય માતાને ભોગ ધરાવ્યો હતો. જેમાં જામનગર શહેરના અને ગૌ ભક્તો જોડાયા હતા, અને પોતાના હાથે ગૌ માતાને લીલોતરી શાકભાજી ખવડાવી ગૌ માતાની સેવા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application