ટાઇમ સ્કવેર, બિઝનેસ ટર્મિનલ, સોની બજારના જે.પી.ટાવરમાં બાકીદારોની ૧૦ મિલકતો સીલ

  • February 25, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને મિલકત વેરાનો ૪૧૦ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવામાં હજુ ૪૨ કરોડનું છેટું છે ત્યારે અયોધ્યા ચોક પાસેના ટાઈમ સ્કવેર અને યાજ્ઞિક રોડના બિઝનેસ ટર્મિનલ સહિતના સંકુલોમાં બાકીદારોની ૧૦ મિલકતો સીલ કરી આજે બપોર સુધીમાં રૂ.૩૬.૫૮ લાખની મિલ્કતવેરા વસુલાત કરાઇ હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં અયોધ્યા સર્કલ પાસે ટાઈમ સ્કેવરમાં ઓફીસ નં.૧૦૦૩,૧૦૦૬,૧૦૦૮ કુલ-૩ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૨.૨૬ લાખ થઇ હતી.જ્યારે આ જ કોમ્પ્લેક્સમાં ઓફીસ નં.૯૦૮ને બાકી માંગણું રૂ.૫૩,૨૭૫ બદલ સીલ, ઓફીસ નં.૭૦૧ને બાકી માંગણું રૂ.૫૩,૩૩૩ બદલ સીલ, ઓફીસ નં.૭૦૩ને બાકી માંગણું રૂ.૫૮,૪૩૩ બદલ સીલ કરાઇ હતી. આ ઉપરાંત અયોધ્યા ચોકમાં સિદ્ધિવિનાયક પાર્કમાં શેરી નં-૧૧માં ૧-યુનીટને બાકી માંગણું રૂ.૭૭,૬૩૬ બદલ સીલ કરાયું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત વોર્ડ નં.૭માં સોનીબજારમાં જે.પી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં શોપ નં-૩૫ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૯૭,૦૪૦, શાલીમાર કોમ્પ્લેક્ષમાં પ્રહલાદ ટુલ્સ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૬ લાખ, બાલાજી મંદિર સામે રોયલ કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર પર ઓફીસ નં-૩૦૯ ને સીલ, દિવાનપરા મેઈન રોડ પર કોટક શેરીમાં બ્રહ્માપૂરી વાડી પાસે ૧-યુનીટને સીલ, ભુપેન્દ્ર રોડ પર ઇગલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર પર ઓફીસ નં-૪૦૩ ને સીલ, દિવાનપરા મેઈન રોડ રાધે ટેક્સ ટાઈલ્સ નજીક ૧-યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૩.૯૦ લાખ, દિવાનપરા મેઈન રોડ પર કોટક શેરીમાં બ્રહ્માપૂરી વાડી પાસે ૧-યુનીટને સીલ, રામકૃષ્ણ આશ્રમ સામે બિઝનેસ ટર્મિનલમાં થર્ડ ફ્લોર પર શોપ નં-૩૧૪ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૧૦ લાખ,

વોર્ડ નં.૧૫માં નેશનલ હાઇવે રામનાથ ઈન્ડ પાર્કમાં શેડ નં-ડી માં ૧-યુનીટને સીલ, વોર્ડ નં-૧૮માં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે યુવરાજ મેડીકલ સ્ટોર સામે ૧-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૩૫૦૦, કોઠારીયા મેઈન રોડ પર માનવ કોમ્પ્લેક્ષમાં ગોપાલ ડેરી સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૬,૭૨૮, કોઠારીયા મેઈન રોડ પર અનંત ઓફીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૫,૦૦૦, કોઠારીયા મેઈન રોડ પર તિરુપતિ સોસાયટીમાં ઉમા કોલ્ડડ્રીન્કસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૭,૫૦૦,

માલધારી ફાટક પાસે બાલાજી ઈન્ડ એરિયામાં ખોડીયાર પ્લાસ્ટિકને સીલ, કાપી એન્ટરપ્રાઇઝ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૮૯,૭૬૭, ગોંડલ હાઇવે પર મહિન્દ્રા ટ્રેકટર શો રૂમ સામે શોપ નં-૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૬,૨૦૦, ગોંડલ હાઇવે પર પ્રતિક મોબાઈલ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૫,૪૨૩ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application