અયોધ્યા રામ મંદિર પ્રતિા મહોત્સવના લીધે રાજકોટમાં ૧૦ કરોડનો વેપાર થતાં ખાસ કરીને નાના વેપારીઓને આ મહા દિવાળીનું પર્વ ફળ્યું છે. બે દિવસથી રાજકોટમાં રામ મંદિર મહોત્સવની ઉજવણીનો આનદં સોળે કળાએ ખીલ્યો હતો. આ ઐતિહાસિક ઉજવણીને લઈને લોકોએ પણ મન મૂકીને પિયા ખચ્ર્યા હતા. જેની અસર ખાસ કરીને રાજકોટના અર્થતત્રં પર પડી હતી એક અંદાજ મુજબ રાજકોટમાં માત્ર બે દિવસના સમયમાં જ ફટાકડાથી લઈ ડેકોરેશન અને મીઠાઈ, ફરસાણ અને પ્રસાદ સુધીનો દસ કરોડનો વેપાર થયો છે જેમાં રાજકોટવાસીઓએ ગઈકાલે બપોરથી લઈને રાત્રે સુધીમાં ચાર કરોડની આતશબાજી કરી છે.
વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીમાં બધા જ વેપારીઓ આખા વરસની કમાણી કરી લેતા હોય છે અને ભારતમાં ખાસ કરીને તહેવારોની ઉજવણીમાં લોકો મન મૂકીને પૈસા વાપરતા હોય છે જેના કારણે બજારમાં પિયો ફરતો થાય છે આથી જ તહેવારો પર વેપારીઓની આશા બમણી થઈ જતી હોય છે ત્યારે આ વખતે દિવાળી બાદ રામ પ્રતિા મહોત્સવ પર રાજકોટના વેપાર જગત માટે મહાદિવાળી સાબિત થયું છે.
છેલ્લા એક જ અઠવાડિયાથી અયોધ્યા મંદિરની ઉજવણી નો આનદં રાજકોટવાસીઓના હૈયે હૈયે છવાયો હતો. ભગવાન રામના આગમન ને લઈ મંદિરો,ઘર ,ઓફિસ, કચેરીઓ શાળાઓ, કોલેજ, બહત્પમાળી ઈમારતો, રાજમાર્ગેા સહિત શેરીએ શેરીએ અને ચોકે ચોકે શણગાર સજાવટ કરવામાં આવી હતી જેને ડેકોરેશનની વસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ નીકળી હતી આ ઉપરાંત ઘરના આંગણ અને ચોકમાં ફુલ અને રંગોથી રંગોળી કરવામાં આવી હતી જેના લીધે દિવાળી ઉપરાંત આ મહા દિવાળીના પર્વમાં પણ રંગોની માંગ ખૂબ રહી હતી. અયોધ્યા મહોત્સવ પર્વ પર ગઈકાલે આખું રાજકોટ દિવાઓથી જળહળી ઉઠું હતું. છેલ્લા એક સાહમાં રાજકોટમાં દીવાઓ બનાવવાની કામગીરી પણ પૂર જોશમાં ચાલી હતી. બે દિવસના આ મહોત્સવ દરમ્યાન ગઈકાલે અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિા થતાંની સાથે જ રંગીલા રાજકોટમાં ભકતો દ્રારા ફટાકડાની આતશબાજી શ થઈ હતી. આ આતશબાજી મોડી રાત્રી સુધી ચાલી હતી. ફટાકડાના વેપારી નિમેશભાઈના જણાવ્યા મુજબ દિવાળી કરતાં પણ ગઈકાલે ફટાકડાની વધુ માંગ જોવા મળી હતી. અગાઉથી ઓર્ડરો બુક થતા તાત્કાલિક ધોરણે અમારે માલ મંગાવો પડો હતો જેમાં ફેન્સી ફટાકડા ની તુલનામાં ૨૪૦ શોટર્સ, ૫૦૦ અને ૧૦૦૦ શોર્ટસની સૌથી વધારે માંગ રહી હતી અને ગઈકાલે પણ આ જ ફટાકડાઓ રાજકોટમાં ફટા હતા.
રામ મંદિર પ્રાણ પ્રતિાને કારણે ફટાકડા, ડીજે ઉપરાંત ઓર્કેસ્ટ્રા દીવડા, ફુલ, સજાવટ ની ચીજ વસ્તુઓ, મીઠાઈ,કલર,પૂજાપાની વસ્તુઓનું ધૂમ વેચાણ થયું હતું.અને ઠેર ઠેર મહાપ્રસાદ નું આયોજન થયું હોવાથી કેટરસને મોટા ઓર્ડરો મળ્યા હતા. ખાસ કરીને ભગવા કલરનો ટ્રેન્ડ વધારે હોવાથી સાડી અને કુર્તા નું વેચાણ પણ થયું હતું અને ધજા માટે આ કાપડની માંગ વધી હતી.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિાના પ્રસંગે અયોધ્યા–ઘર ઘર અયોધ્યા નામથી રાષ્ટ્ર્રીય અભિયાન વેપારીઓ દ્રારા ચલાવવામાં આવ્યું હતું જેના લીધે પણ સ્થાનિક બજારને મહત્તમ ફાયદો થયો હતો. રામ મંદિરની હેન્ડક્રાટ કરેલી ૩ પ્રતિકૃતિ, રામ દરબાર સાથે એમ્બોસ્ડ કરાયેલા ચાંદના સિક્કા, કેલેન્ડર, ગિલ્ડેડ ફોટો ફ્રેમ્સ અને હાથથી બનાવેલા દીવાઓ ધરાવતા ગિટ સેટ જેવી વસ્તુઓ વધારે વેચાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech