રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા પ્રતિ વર્ષની માફક
દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે કેમ્પનો પ્રારંભ
ભોજન- વિશ્રામ- તબીબી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી કરાઈ
હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 17 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા, ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન કરાયું છે. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવે છે જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે.
છેલ્લા એકાદ દશકથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત 24 કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો અંદાજે 80,000 જેટલા ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech