મંડળીનો વાર્ષિક હિસાબ રજૂ કરાયો
ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીની 34 મી સાધારણ સભા પ્રમુખ રામભાઈ ખુંટીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટએ ઉપસ્થિત રહી, શિક્ષકો માટે પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સભાસદ શિક્ષકોના તેજસ્વી તારલાઓ (બાળકો)ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મંડળીનો વાર્ષિક હિસાબ મંત્રી હરદાસ કનારાએ રજૂ કર્યો હતો. મંડળીનું વાર્ષિક ટર્ન ઓવર આશરે 7.5 કરોડનું છે. તમામ ખર્ચ બાદ કરતાં મંડળીનો વાર્ષિક નફો રૂ. 16 લાખનો થવા પામ્યો છે. સવા કરોડના થાપણદારો છે.
સૌ શિક્ષક સભાસદોનો વિશ્વાસ જીત્યા એ જ આ મંડળીના હોદ્દેદારો સાથે મંડળીની સિદ્ધિ ગણવામાં આવી છે. કોઈ સભાસદનું અવસાન થાય તો 8 લાખ રૂપીયા અવસાન સહાય મંડળીના નફામાંથી આપવાનું આ સાધારણ સભામાં તમામની સહમતીથી સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. સભાસદ શિક્ષકના જ બાળકોને શિલ્ડ, ફોલ્ડર ફાઈલ અને પારદર્શક પેડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી, સૌએ સાથ સહકાર આપી, આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએફબીઆઈએ વિકાસ યાદવ માટે પંજાબી હિન્દીમાં 'વોન્ટેડ' પોસ્ટર બનાવતા વિવાદ
November 20, 2024 11:14 AMઆરબીઆઈ ગવર્નરનો ડીપફેક વીડિયો વાયરલ: લોકોને સાવચેત રહેવા ચેતવણી
November 20, 2024 11:12 AMહિમાચલ સરકારને હાઈકોર્ટનો ફટકો ૧૮ ખોટ કરતી હોટેલને બધં કરવા આદેશ
November 20, 2024 11:08 AMશિયાળામાં ખોરાકને લાંબા સમય સુધી કેવી રીતે ગરમ રાખવો, આ ટિપ્સ કરો ફોલો
November 20, 2024 11:07 AMસાથીની શોધમાં વાઘ મહારાષ્ટ્ર્રથી પહોંચ્યો તેલંગાણા છતાં માદા વાઘણ તો મળી નહીં
November 20, 2024 11:03 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech