જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા સ્ટેટિક સર્વેલન્સની ટીમમાંં નવનિયુક્ત સભ્યોની સુચિ જાહેર કરાઈ
જામનગર તા.23 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારીશ્રી તરફથી, ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે.
તે પૈકી જે અધિકારીશ્રી કે કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રીના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની કલમ–21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી તરીકેના તથા આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના હુકમથી કરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત હુકમ મુજબ તેમને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.
આચારસંહિતાની અસરકારક અમલવારી માટે તેમજ ઓબઝર્વરશ્રીઓની દરખાસ્ત મુજબ હુકમથી સ્ટેટિક સર્વેલન્સ ટીમની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટીમને તેમની કામગીરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની ઉપસ્થિતિમાં કરવાની રહે છે. પરંતુ હોદ્દાની રૂએ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીના આ ટીમો માટે અન્ય ખાતાના કર્મચારીશ્રીઓ કે જેઓ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો ધરાવતા નથી, તો તેઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
જેથી ઉપરોક્ત હુકમ અનુસાર નવનિયુક્ત પામેલા સ્ટેટિક સર્વેલન્સ ટીમના કર્મચારીશ્રીઓ કે અધિકારીશ્રીઓને તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુક્ત થયેલા હોય, તો તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની આચારસંહિતા અમલમાં આવ્યાની તારીખ 18/04/2024 થી આગામી તારીખ 07/05/2024 દરમિયાન મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના સરકારશ્રીએ ઉલ્લેખ કરેલા જાહેરનામાંથી આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવે છે.
જે અનુસાર, 76-કાલાવડ લોકસભા મત વિસ્તારમાં શ્રી બી.એમ.જાડેજા, શ્રી એ.પી.હરવરા અને શ્રી ડી.એસ.કરંગિયાની નિમણુંક કરવામાં આવી છે. 77-જામનગર ગ્રામ્ય લોકસભા મત વિસ્તારમાં શ્રી અશોક સોલંકી, શ્રી જે.એચ.વાડીયા અને શ્રી જયદીપ કગથરાની નિમણુંક કરાઈ છે. 78-જામનગર ઉત્તર લોકસભા મત વિસ્તારમાં શ્રી જોગિયા વિજય, શ્રી મેનપરા હર્ષિલ અનેશ્રી પોલારા વિરલની નિમણુંક કરવામાં આવી છે.
તેમજ 79-જામનગર દક્ષિણ લોકસભા મત વિસ્તારમાં શ્રી શરદ ફટાણીયા, શ્રી ડો.ધર્મેશ ખાનપરા અને શ્રી લક્ષ્મણ ચૌધરીની નિમણુંક કરાઈ છે. 80-જામજોધપુર લોકસભા મત વિસ્તારમાં શ્રી નિલેશ રાવલ, શ્રી મકવાણા ગિરીશ અને શ્રી વસરા રાજુની નિમણુંક કરવામાં આવી છે.
અત્રે જણાવ્યા અનુસાર કર્મચારીશ્રીઓ કે અધિકારીશ્રીઓએ તેમને મળેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો દુરૂપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.કે.પંડયા, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech