વેરાવળ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

  • November 20, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લ ાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારનાઓએ જીલ્લ ામાં બનતા ઘરફોડચોરીલુંટમીલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા જરી સુચના આપેલ હોય જે અનુસંધાને
વેરાવળ સીટી પો.સ્ટે. જેમાં સુભાષરોડના નાકે આવેલ રધુવંશી ઇલેકટ્રીક નામની દુકાનમા થડા પાસે રાખેલ કાળાકલરના થેલા માથી બ્રાઉન–કલરના પાકીટમાં રહેલ રોકડ પિયા તથા ડોકયુમેન્ટની ચોરી થયેલ હોય જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે વેરાવળ સીટી સર્વેલન્સ પો.સ્ટાફ પો.સ્ટે.વિસ્તારમા સદરહત્પ ગુન્હાના આરોપીચોર મુદામાલ બાબતે વોચતપાસ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ પો.સ્ટાફ એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ ચાવડા પો.હેઙ.કોન્સ.સુનીલભાઇ માંડણભાઇ સોલંકી તથા કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા તથા પો.કોન્સ. રોહીતભાઇ જગમાલભાઇ ઝાલા તથા અશોકભાઇ હમીરભાઇ મોરીનાઓની સંયુકતમાં મળેલ ખાનગી બાતમીટેકનિકલી હકિકતના આધારે નીચે જણાવેલ નામવાળા વ્યકિતીઓ વેરાવળ જૈન હોસ્પીટલ વિસ્તારમા આવેલ નવા બનેલ કોમ્પલેકસની પાસે હતા જે મજકુર ઇસમોને હસ્તગત કરી યુકતી પ્રયુકતી પુછપરછ કરતા ચોરીના ગુન્હો કરેલાની કબુલાત આપતા હોય જેથી નીચે જણાવેલ આરોપીને ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત અન ડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે. જેમાં પકડાયેલ આરોપીઓ રાહત્પલ ઉફે કાળો ભીમાભાઇ પરમાર–દે.પુ. ઉ.વ.–૧૯, સંજય ભનુભાઇ  સોલંકી–દેવી પુજક ઉ.વ.–૨૧ પકડાયા અને ૨૨,૦૦૦નો માલ ઝડપ્યો હતો. જેમાં વેરાવળ સીટી પો.સ્ટે.નાસર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. એસ.એમ.દેવરે તથા એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ ચાવડા તથા વિપુલસિંહ રામસિંગભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ.સુનિલભાઇ માંડણભાઇ સોલંકી તથા કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા તથા વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા અનિધ્ધસિંહ જયવંતસિંહ રાયજાદા તથા ચિંતનસિંહ જગદિશભાઇ ખેર તથા પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ મોરી તથા રોહીત જગમાલભાઇ ઝાલા તથા નદિમભાઇ શેરમહમદભાઇ ભુપતભાઇ નાથાભાઇ સોલંકી તથા રવિકુમાર રામસિંગભાઇ ગોહિલ એ રીતેના પો.સ્ટાફ આ કામગીરીમાં  સાથે જોડાયેલ હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application