ગુજરાતના એક ખલાસીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે તેનો મૃતદેહ તા.૨૨/૧૧ ના વાઘા બોર્ડર ખાતે સોંપવામાં આવશે.
પોરબંદરના માછીમાર આગેવાન અને માચ્છીમાર બોટ એસોસિએશનના પુર્વ પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતુ કે, ગીર સોમનાથના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના હરિભાઈ કરશનભાઈ સોસા નામના ખલાસી ઓખાની બોટમાં ફિશિંગ કરવા ગયા હતા અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ કેટલાક વર્ષો પહેલા હરિભાઈને પકડી લીધા હતા અને ત્યારથી તેઓ પાકિસ્તાનના કરાચીની લાંધી જેલમાં હતા.
ગત તા.૨૪ સપ્ટેમ્બરના આ લાંધી જેલમાં જ હરિભાઈ સોસાનું કોઈ કારણોસર મૃત્યુ થયુ હતુ.આથી પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમના આગેવાનોએ હરિભાઈ સોસાનો મૃતદેહ વતન મોકલી આપવા માટે માંગણી કરી હતી.અને તે અનુસંધાને તા.૨૨/૧૧ ના રોજ વાઘા બોર્ડર ખાતે આ માછીમારના મૃતદેહની ભારત સરકારને સોંપણી કરવામાં આવશે અને ત્યારબાદ અમૃતસર થઈ અમદાવાદ એરપોર્ટથી તા.૨૩/૧૧ ના નાનાવાડા ખાતે હરિભાઈ સોસાનો મૃતદેહ માદરે વતન પહોંચશે અને ત્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેમ જીવનભાઈ જુંગી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ઈંગ્લેન્ડના આ સ્ટારને પાછળ છોડીને બન્યો વિશ્વ નંબર-1
November 20, 2024 03:59 PMશિયાળામાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે, તેથી આ રીતે કરો કુદરતી એક્સ્ફોલિયેટરનો ઉપયોગ
November 20, 2024 03:39 PMદિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ૫૦ ટકા સરકારી કર્મચારીઓ કરશે વર્કફ્રોમ હોમ
November 20, 2024 03:37 PMએશિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીન વચ્ચે થશે ટક્કર
November 20, 2024 03:36 PMડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દસ ગ્રામ સોનાની કિંમત ૯૦,૦૦૦ સુધી પહોંચવાની આગાહી
November 20, 2024 03:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech