અથાણાની સીઝન જામી: રાજકોટ માર્કેટ યાર્ડમાં હાફુસના ટ્રક ઠલવાયા, ગીર સોમનાથ, વેરાવળ, તાલાળા પંથકમાંથી ડાળા ગરમર અને ગુંદાની આવક

  • April 22, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં અથાણાની સીઝન જામી છે અને હાફૂસ કેરીના ટ્રક ઠલવાઇ રહ્યા છે.


રાજકોટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે આજની હરરાજીમાં હાફુસના પ્રતિ કિલો દીઠ રૂ.૪૫ના ભાવે સોદા થયા હતા, થોડા દિવસો પૂર્વે ભાવ રૂ.૬૦ હતો. આવક વધતા ભાવ ઝડપભેર ઘટી રહ્યા છે. અથાણા માટેની કાચી હાફુસ કેરીની આવક વલસાડ અને ધરમપુર પંથકમાંથી થઇ રહી છે, હજુ તો આવકની શરૂઆત થઇ છે, વૈશાખ મહિનાના અંત સુધી ત્યાંથી આવક ચાલુ રહેશે.


જ્યારે યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ અથાણાની સીઝન શરૂ થતાં ગીર સોમનાથ, વેરાવળ અને તાલાળા પંથકમાંથી ડાળા-ગરમર અને ગુંદાની આવક શરૂ થઇ છે. હાલ આકરા તાપને કારણે શાકભાજીની આવક ઘટી છે, કેરીની સીઝન શરૂ થતાં શાકભાજીમાં લેવાલી પણ ઘટી છે અને ગરમીને કારણે બગાડનું પ્રમાણ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application