આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે શલ્યતંત્ર વિભાગ દ્વારા તા. ૨૫ એપ્રિલ શુક્રવારે સવારે ૯ થી ૧૨ તેમજ ૪ થી ૬ અને તા ૨૬ એપ્રિલે સવારે ૯ થી ૧૨ દરમિયાન શલ્યતંત્ર ઓ.પી.ડી. નંબર – ૩, રૂમ નં-૨૦૧, બીજો માળ, ઓ.પી.ડી બ્લોક, પંચકર્મ ભવન, ધન્વંતરી મેદાન પરિસર, આઇ.ટી.આર.એ. ખાતે મૂત્રમાર્ગને લગત સમસ્યાઓ માટે વિનામૂલ્યે નિદાન સારવાર સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મૂત્રમાર્ગના રોગો જેવા કે પ્રોસ્ટેટ ગ્રંથીનો સોજો, નળી અથવા કિડનીમાં પથરી, પેશાબની નળી સાંકડી થવી, વારંવાર પેશાબ કરવા જવું, રાત્રે ઊંઘમાંથી ઉઠી પેશાબ જવું, પેશાબમાં બળતરા-દુ:ખવો અથવા લોહી આવવું, કિડની અથવા નળીમાં પથરી, પેશાબ અટકી-અટકીને આવવો તેમાં જોર કરવું, પેશાબની કોથળી સંપૂર્ણ ખાલી ન થવી વગેરે તકલિફો માટે બે દિવસીય નિ:શુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ રહેશે અહીં આયુર્વેદ નિષ્ણાત તબીબ ડૉ. દુધમલ, ડૉ. જોશી અને ડૉ. મેઘાણી દ્વારા નિદાન સારવાર આપવામાં આવશે તેમાં દરદીએ જો હોય તો જૂના રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધ્યપ્રદેશના દમોહમાં પુલ પરથી બોલેરો નદીમાં ખાબકી: 8ના મોત
April 22, 2025 03:06 PMસિટીબસ કાંડ બાદ ડ્રાઇવરોની ફરી હડતાલ
April 22, 2025 03:05 PMદિલ્હી હાઈકોર્ટે રામદેવના શરબત જેહાદ નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું
April 22, 2025 02:53 PMસિટી બસ કાંડ: કોંગ્રેસનો સીપી કચરીએ ઘેરાવ, પોલીસને બંગડી બતાવી
April 22, 2025 02:50 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech