ભઠ્ઠા શેક જેવી કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોને આજથી પ્રમાણમાં રાહત થઈ છે. મહત્તમ તાપમાનનો પારો ગુજરાત સહિતના દેશના મોટાભાગના રાયોમાં નીચે ઉતર્યેા છે. પરંતુ બફારો વધી ગયો છે અને દેશના અનેક રાયોમાં આજથી તારીખ ૧૩ સુધીનું વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.ગુજરાતમાં આજે સવારથી જ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ વડોદરા દેવભૂમિ દ્રારકા જિલ્લામાં વાતાવરણ બદલાયું છે. આકાશમાં ભેજવાળા વાદળો લોઅર લેવલે જોવા મળ્યા છે અને ગમે ત્યારે માવઠું થાય તેવું વાતાવરણ સર્જાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાત અને તારીખ ૧૩ થી સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં માવઠું થવાની શકયતા છે.
રાજકોટ સુરેન્દ્રનગર ડીસા વડોદરા અને અમદાવાદ સિવાય સમગ્ર રાયમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે આવી ગયો છે. અન્ય શહેરમાં પણ આજથી તાપમાન વધુ નીચે ઉતરશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
આજે દ્રારકામાં ૮૪ ઓખામાં ૮૫ વેરાવળમાં ૮૧ પોરબંદરમાં ૭૩ કંડલામાં ૭૮ નલિયામાં ૭૩% ભેજ સવારે નોંધાયો છે.
અરબી સમુદ્ર પર દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઐંચાઇ પર ગુજરાતના દરિયાકાંઠાને લાગુ પડે તે રીતનું એક સાયકલોનિક સકર્યુલેશન છવાયુ છે. આવા જ સાયકલોનિક સકર્યુલેશન બિહાર, આસામ મહારાષ્ટ્ર્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત દેશના અનેક રાયોમાં આજે સર્જાયા છે. તેના કારણે મહારાષ્ટ્ર્ર પશ્ચિમ બંગાળ બિહાર ઝારખડં ઓરિસ્સા આસામ મણીપુર ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ અણાચલ આંધ્રપ્રદેશ તામિલનાડુ તેલંગાના કર્ણાટક, પુડીચેર જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર સહિત દેશના મોટાભાગના રાયોમાં આજથી તારીખ ૧૩ સુધી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાયોમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને ૩૦ થી ૪૦ કીલોમીટરની ઝડપે પવન ફુકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએફબીઆઈએ વિકાસ યાદવ માટે પંજાબી હિન્દીમાં 'વોન્ટેડ' પોસ્ટર બનાવતા વિવાદ
November 20, 2024 11:14 AMઆરબીઆઈ ગવર્નરનો ડીપફેક વીડિયો વાયરલ: લોકોને સાવચેત રહેવા ચેતવણી
November 20, 2024 11:12 AMહિમાચલ સરકારને હાઈકોર્ટનો ફટકો ૧૮ ખોટ કરતી હોટેલને બધં કરવા આદેશ
November 20, 2024 11:08 AMશિયાળામાં ખોરાકને લાંબા સમય સુધી કેવી રીતે ગરમ રાખવો, આ ટિપ્સ કરો ફોલો
November 20, 2024 11:07 AMસાથીની શોધમાં વાઘ મહારાષ્ટ્ર્રથી પહોંચ્યો તેલંગાણા છતાં માદા વાઘણ તો મળી નહીં
November 20, 2024 11:03 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech