રાજયમાં ગરમી હજી ૪ ડિગ્રી વધશે

  • May 23, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં અત્યારે સરેરાશ ૪૪ થી ૪૭ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન છે. અમુક જિલ્લાઓમાં ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે તાપમાન છે. કાળજાળ ગરમીમાં રાહત મળવાની હાલના સંજોગોમાં કોઈ શકયતા નથી. ઉલટાનું આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું મહતમ તાપમાન વધશે તેવું એલર્ટ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે તેના બુલેટિનમાં જાહેર કયુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ ગુજરાત સહિત નોર્થ વેસ્ટના રાયોમાં મહત્તમ તાપમાન હજુ ચાર ડિગ્રી સુધી વધશે એટલું જ નહીં મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ગરમીથી બચવા માટે લોકો જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ ફરવા જતા  હોય છે પરંતુ 'બળતામાં ઘી હોમવા' જેવી હવામાન ખાતાની આગાહીમાં જણાવાય મુજબ જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ હિટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત મધ્યપ્રદેશ દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર્ર રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી સહિતના રાયોમાં આગામી તારીખ ૨૬ સુધી હીટ વેવ, ગરમ અને ભેજવાળા વાતાવરણની તથા રાત્રિનું તાપમાન પણ ઐંચું રહેવાની આગાહી કરી છે.
દરમિયાનમાં બુધવારે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીને પાર કરી ગયું છે. અમદાવાદમાં ૪૫.૯ ગાંધીનગરમાં ૪૫.૭ સુરેન્દ્રનગરમાં ૪૫.૮ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાયના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં ૪૩.૪ અમરેલીમાં ૪૪.૯ ભુજમાં ૪૪.૩ છોટા ઉદયપુરમાં ૪૪.૨ ડીસામાં ૪૪.૩ રાજકોટમાં ૪૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે ભુજમાં અને સુરતમાં સરેરાશ કરતા છ ડિગ્રી વધુ તાપમાન હતું. અમદાવાદ અને અમરેલીમાં ચાર, રાજકોટમાં ત્રણ ડિગ્રી વધુ તાપમાન હતું.વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહે છે. દ્રારકામાં ૯૨ વેરાવળમાં ૮૮% ભેજ આજે સવારે નોંધાયો હતો અને આકાશમાં ભેજવાળા વાદળો પણ હોવાના કારણે ગરમી અને બફારાની સાથો સાથ બેચેની અને અકળામણનો અનુભવ લોકો કરી રહ્યા છે.ગુજરાતમાં હવામાન ખાતાએ આજે સુરતના અમુક જિલ્લાઓમાં સિવિયર હિટ વેવની ચેતવણી આપી છે. યારે રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ ગાંધીનગર આણદં બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લા માટે હિટ વેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.


દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. રાજસ્થાનમાં મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જે દેશમાં સૌથી વધુ હતું. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસમાં વધુ ગરમી પડવાની ચેતવણી જારી કરી છે. વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ યુપી માટે ચેતવણી જાહેર કરી છે. ભારે ગરમી અને હીટ વેવના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ, ચંદીગઢે દિવસ દરમિયાન અને રાત્રે હીટવેવને લઈને ચેતવણી જાહેર કરી છે. બીજી તરફ કૃષિ તજજ્ઞોના મતે જો રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે તો તે પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. ગરમીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનમાં ડિવિઝનલ કમિશનર, જિલ્લા કલેકટર, સબ ડિવિઝનલ ઓફિસર, પાણી પુરવઠા, મેડિકલ અને હેલ્થ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. જયપુરમાં, મ્યુનિસિપલ કોર્પેારેશને ડ્રાઇવરો અને રાહદારીઓને રાહત આપવા માટે મુખ્ય માર્ગેા અને સિલ પર તંબુ મૂકયા છે

પીવાના પાણીની કટોકટી

વિભાગે ઉનાળા દરમિયાન ફિલ્ડ સ્ટાફની રજાઓ રદ કરી છે. જો કયાંક પાણીની અછત હશે તો ટેન્કર દ્રારા પું પાડવામાં આવશે. રાયના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવ જેવી સ્થિતિ છે. ત્રીજા દિવસે શિમલા અને આસપાસના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાંહળવા વરસાદને કારણે ગરમીથી રાહત મળી હતી. ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં બપોર બાદ વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી છે

રાત્રે પણ હીટ વેવ ચાલુ રહેશે, રેડ એલર્ટ જારી
પંજાબમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી હીટ વેવને કારણે ભારે ગરમી પડી રહી છે. હવે રાત્રે પણ ગરમીનું મોજું ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં લગભગ છ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ચંદીગઢ અને મોહાલીમાં રાત્રિનું તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application